Gujarat

ઊના ગીરગઢડા તાલુકાના ખેડૂતોની મગફળીની ખરીદીના શ્રીગણેશ, ૩૫૧ કટ્ટાની આવક થઇ…

ઉના ગીરગઢડા તાલુકાના ૪૦૨૯ ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યુ…

એસએમએસથી ૨૦ ખેડૂતોને બોલાવ્યા, આવ્યા ૫ ખેડૂતો..

 

ઊના ગીરગઢડા તાલુકાના ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે અગાઉ ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ હતું. જેમાં ઉના ૧૭૮૯ તેમજ ગીરગઢડા ૨૨૪૦ ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. અને આ તમામ ખેડૂતોએ મગફળી વેચાણ માટે એસએમએમ દ્વારા જાણ કરવામાં આવેલ જેમાં બન્ને તાલુકાના દશ-દશ ખેડુતો આમ કુલ ૨૦ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. અને ખેડૂતો તા.૯ નવે.ના રોજ પોતાની મગફળી લઇ વહેલી સવારે ઉના માર્કેટીંગ યાર્ડ ખરીદી સેન્ટર ખાતે પહોચી ગયા હતા. આજે વહેલી સવારે ખેડૂતો પોતાના વાહન ટ્રેક્ટર મારફતે મગફળી લઇ આવ્યા હતા. અને ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત લાભ પાંચમના દિવસે શૂભ મુર્હૂત ઉના ના.કલેક્ટર જે એમ રાવલ હસ્તે કરવામાં આવેલ હતું. અને ખેડૂતોની મગફળી ખરીદી શરૂ થઇ હતી. આજે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ૨૦ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઉના ૨ તેમજ ગીરગઢડા તાલુકાના ૩ ખેડૂતો મગફળીનો જથ્થો લઇ ખરીદી સેન્ટર ખાતે આવેલ જેમાં આજેના પ્રથમ દિવસે 5 ખેડૂતોની મગફળીની ખરીદી થયેલ હતી. આમ દિવસ દરમ્યાન સવારથી સાંજ સુધીમાં એક ગુણી ૩૦ કિ.લો.વજનની 351 કટ્ટા મગફળીની આવક થયેલ હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *