ઊના તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ ખેતીવાડીમાં વિજ કનેક્શન ધરાવતા ગ્રાહકોને લોડશેડીંગના નામે વિજપુરવઠો રોજ અવાર નવાર બંધ થઇ જતા ગ્રાહકોમાં ભારે રોજ જોવા મળેલ હતો. જોકે સનખડા ગામે અગાઉ રોજ એક થી બે કલાક વિજપુરવઠો બંધ રહેતો હતો. જ્યારે ખેતીવાડીમાં માત્ર બે કલાકજ વિજપુરવઠો શરૂ રહેતો હતો. તેમજ ઉમેજ, નાંદરખ, નેસડા સહીતના ગામની ખેતી વાડી વિજપાવર બે દિવસ પહેલા સતત ૩ દિવસ સુધી પાવર બંધ રહેલો જ્યારે છેલ્લા બે દિવસથી વિજપાવર શરૂ છે. આમ પીજીવીસીએલ દ્વારા લોડશેડીંગના નામે વિજપુરવઠો બંધ કરી દેતા ગ્રામ્ય વિસ્તારમાં તેમજ ખેતીવાડી કનેક્શન ધરાવતા લોકોમાં ભારે રોષ જોવા મળેલ હતો.
બોક્ષ્ – ઉમેજ ગામે તાઉતે વાવાઝોડા દરમ્યાન ખેતીવાડી વિસ્તારમાં ૫૫ જેટલા વિજ ટ્રાન્સફોર્મર બળી ગયા હોવા છતાં આજ સુધી પીજીવીસીએલ દ્વારા બદલવામાં આવેલ નથી. જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇને લેખિત રજુઆત કરી બળી ગયેલ વિજ ટ્રાન્સફોર્મરને તાત્કાલીક બદલી આપવા માંગ કરી હતી.
