Gujarat

ઊના તાલુકા માંથી કોરોનાથી મૃત્યુ પામેલાના સહાય માટેના ૨૫૪ ફોર્મ ઉપડ્યા…

ઊના – કોરોનાની મહામારીએ અનેક લોકોના જીવ લઇ લીધેલ અને બાદમાં કોરોનાની બીજી લહેર અતિ ખાતક બની હોય તેમાં કોરોનાથી અસંખ્ય લોકોના મોત નિપજ્યા હતા. અને કોરોનામાં પરીવારના સભ્યનુ  સારવાર દરમ્યાન ખાનગી હોસ્પીટલ કે સરકારી હોસ્પીટલમાં મોત નિપજેલ હોય અને  સારવાર માટે પૈસા ન હોવા છતાં પણ સોનાના દાગીના વહેચી સારવાર કરાવવા મજબુર બન્યા હતા. તેમ છતાં પણ કોરોનામાં સારવાર દરમ્યાન વ્યક્તિનું મોત નિપજેલ હોય જેના કારણે પરીવારોની આર્થિક પરિસ્થિતી સંકટમાં મુકાય ગયેલ છે.. સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ થયેલના પરીવારને રૂ. ૫૦ હજાર સહાય આપવાનું નક્કી કરેલ છે. ત્યારે કોરોનાથી મૃત્યુ થયેલના પરીવારમાં વારસદારો ફોર્મ લેવા માટે સવારથીજ ઉના મામલતદાર કચેરીએ લાઇનમાં ઉભા રહ્યા હતા. અને સાંજ સુધીમાં ૨૫૪ ફોર્મ ઉપડ્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે  ઉના પંથકમાં કોરોનાથી મૃત્યુ પામેલાનો ખરેખર સાચો આંકડો કેટલો…

બોક્ષ્ – સરકારે ૧૧ મૃતકોની રૂ.૫.૫૦ લાખની સહાય ખાતામાં જમા કરાવી આપી…

ઉના પંથકના ૧૧ લોકો કોરોનાથી મૃત્યુ થયેલ હોય તેની યાદી સરકારમાં હોય અને આ મૃત્યુ પામેલા ૧૧ લોકોના વારસદારોના ખાતામાં શનિ-રવીની રજા દરમ્યાન પણ તંત્રએ કામગીરી કરી રૂ.૫૦ હજાર મુજબ ૧૧ લોકોની રૂ.૫.૫૦ લાખની સહાય ચુકવી આપેલ છે. જ્યારે ગીર સોમનાથ જીલ્લામાં ૪૬ લોકોને સહાય ચુકવી આપેલ છે.

બોક્ષ્ –મૃતકના વારસદારોએ સહાયનું ફોર્મ ભરવા રૂ.૭૦૦ સોગંદનામાના ચુકવા પડે છે…

કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદાર ફોર્મ લીધા બાદ તેમને એક સોગંદનામુ કરવાનું હોય છે. જે સોગંદનામુ રૂ.૭૦૦ થતા હોય લોકોમાં કચવાટની લાગણી જોવા મળતી હતી.

બોક્ષ્ – ૫૦૦ જેટલા ફોર્મની ઝેરોક્ષ તૈયાર કરવી પડી…

ઉના મામલતદાર કચેરીએ કોરોના સહાયના ફોર્મ માટે ઉમટી પડતા તંત્ર પણ અચંબામાં પડી ગયેલ હતું. અને હજુ પણ ફોર્મ ઉપડશે તેવુ લાગતા ૫૦૦ જેટલા ફોર્મની ઝેરોક્ષની તૈયારી કરવી પડી હતી.

-મૃત્યુ-પામેલા-૨૫૪-ફોર્મ-આવ્યા-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *