૩૬ કલાક બાદ મૃતદેહ પાણીમાં તરતો મળી આવ્યો…
ઉના વેરાળર રોડ પર આવેલ બાયપાસ રોડ નજીક ટીકરીયા તળાવમાં એક યુવાનએ જંપ લાવી મોત વ્હાલુ કરી લેતા પરીવારજનોમાં શોક પ્રસરી ગયેલ હતો. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રવિ ચેતાભાઇ ઉગરેજીયા ઉ.વ.૨૦ રહે.સરખા તા.બાબરા, જી.અમરેલી તેવો ઉના ભીમપરા ખારા વિસ્તારમાં રહેતા તેમના કુંટુંબી હિરાબેન ધમાભાઇ સોલંકીના ઘરે અવાર નવાર આવતો હોય અને શનિવારે સાંજના સમયે અચાનક કોઇ કારણોસર ઉના વેરાવળ બાયપાસ રોડ પર ટીકરીયા ખારા વિસ્તારમાં આવેલ તળાવમાં જંપ લાવી દેતા તળાવના ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યુ હતું. યુવાન તળાવના ઉંડા પાણીમાં ડુબી જતા ઉના નગર ફાયરફાઇટરના કર્મચારી તેમજ તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મળી આવેલ ન હતો. ત્યાર બાદ બીજા દિવસે શોધખોળ કરવા છતાં પણ મળી આવેલ ન હતો. જોકે આજે સોમવારે વહેલી સવારે પાણીમાં તરતો મૃતદેહ જોવા મળતા પોલીસ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલ અને તેમના પરીવારજનોને જાણ કરેલ અને આ મૃતદેહને ઉના સરકારી હોસ્પીટલે પીએમ માટે ખસેડવામાં આવેલ હતો. આ બનાવ અંગેની પોલીસે તપાસ હાથ ધરેલ…


