Gujarat

ઊના મામલતદાર કચેરીમાં નોનક્રિમીયલર દાખલા માટે અરજદારોની લાંબી કતાર…

ઊના – પોલીસ ભરતીની જાહેરાત થતાજ વિદ્યાર્થીઓ ભરતીના ફોમ ભરી રહ્યા છે. ત્યારે નોનકિમિયલરની જરૂરીયાત હોવાથી તમામ અરજદારો મામલતદાર કચેરી ખાતે દાખલ કઢાવવા વહેલી સવારે ૬ વાગ્યાથી લાંઇનમાં ઉભી રહે છે. અને બપોરના ૧૨ વાગ્યા સુધી લાઇનમાં ઉભા રહી બાદમાં વારો આવતો હોવાથી હેરાન પરેશાન થઇ રહ્યા છે. ત્યારે કચેરીમાં ઓપરેટર માત્ર એકજ હોવાથી ઓપરેટર તેમજ અજદારોને ભારે હાલાકીનો સામો કરવો પડી રહ્યો છે. તેમાં પણ કનેક્ટીવીટી ન આવે ત્યારે સમસ્યા વધી જતી હોવાથી લોકો પરેશાન થતા હોય તેમ છતાં જવાબદાર અધિકારી દ્વારા એક કરતા વધુ ઓપરેટરોને મુકવામાં આવે તો તમામ અજદારોને તેમજ ઓપરેટરને હાલાકી ભોગવી ન પડે તેને ધ્યાને રાખી મામલતદાર કચેરી ખાતે ઓપરેટરોની નિમણુંક કરવામાં આવે તેવી અરજદારોની માંગણી ઉઠવા પામેલ છે…

બોક્ષ્ – ત્રણ-ત્રણ મહીનાથી પગાર થયો નથી…..ઓપરેટર…

ઊના મામલતદાર કચેરી ખાતે આઉટસોર્સીગ તરીકે કામ કરતા ઓપરેટર તેમજ અન્ય કર્મચારીઓ જણાવેલ હતુ કે અમારા ત્રણ- ત્રણ મહીનાથી પગાર થયા નથી. દિવાળીના તહેવારોમાં પણ પગાર ન થતાં બીજા પાસે ઉછીના માંગીને તહેવારો કરવા પડે તેવી સ્થિતી ઉભી થઇ છે. તાત્કાલીક પગાર કરવામાં આવે તો અમારી દિવાળી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *