દિવાળીના તહેવારો આડે ગણત્રિના દિવસો બાકી હોવા છતાં ઊના શહેરની બજારોમાં ઘરાગી શુસ્ક હોવાનું જાણવતા વેપારીઓ….
ઉમંગ ઉલ્લાસ અને ઉજાસનું પર્વ સમાન દીવાળી અને નુતનવર્ષના તહેવાર નજીક હોવા છતાં ઉનાની બજારોમાં આજ સુધી ફિકી ઘરાગી હોવાનું જોવા મળેલ છે. સામાન્ય રીતે આ તહેવાર દરમ્યાન બજારોમાં કાપડ, સોના-ચાંદી, શ્રૃંગાર, અને દિપોત્સવીના તહેવારને લગતી અનેક પ્રકારની ઘરાગી બજારોમાં એકાદ અઠવાડીયા અગાઉથી જોવા મળતી હોય છે. પરંતુ ચાલુ સાલે મોધાવારીના અસહ્ય માર અને કોરોના તેમજ તાઉતે વાવાઝોડા જેવી કુદરતી આપતીઓના કારણે બજારનો માહોલ શુસ્ક હોવાનું જણાય રહ્યુ છે. વેપારીઓના અનુભવ મુજબ દિવાળીના તહેવારો પૂર્વે છેલ્લા બે દિવસ બજારોમાં દિવાળીને લગતી ઘરાગી જોવા મળશે.


