ઊના તાલુકામાં તાઉતે વાવાઝોડા બાદ મોબાઇલ નેટવર્કના ધાંધીયા વધી ગયા હોય તેમ છેલ્લા ૫ માસથી તમામ મોબાઇલ ટાવર કંપનીના નેટવર્કના ધાંધીયાથી વેપારીઓથી માંથી તમામ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આટલા મોટા શહેરમાં જીયો, એરટેલ, વોડાફોન-આઇડીયા સહીતના તમામ કંપનીના નેટવર્ક ડુલ થવાના કારણે ઇમરજન્સી કોન્ટેક્ટ કરી શક્તા નથી. છેલ્લા ઘણા સમયથી આ નેટવર્ક ધર, ઓફીસ કે અન્ય જગ્યા પર વારંવાર નેટવર્ક ડુલ થઇ જવાથી તમામ ગ્રાહકો પરેશાની ભોગવી રહ્યા છે. આ બાબતે મોબાઇલ નેટવર્ક કંપની દ્વારા તાત્કાલીક યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરી લોકોને થતી નેટવર્કની મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામેલ..
