ગીર સોમનાથ જિલ્લામાં અનેક સેવાભાવી સંસ્થાઓ તેમજ સામાજિક કાર્યકરો કાર્યરત છે અને આ કાર્યક્રમ એ ઉત્કૃષ્ટ સેવાભાવનાનું ઉતમ ઉદાહરણ પ્રસ્તુત કરે છે. આ સંસ્થા જેમણે સતત શિક્ષણ અને શિક્ષણ થી છેવાડાનો કોઈ બાળક વંચિત ના રહી જાય તેની તકેદારી રાખવા સતત ચિંતા અને દરકાર કરી છે ગરીબ અને આર્થિક પછાત લોકોની અને આ બાબતે તેમને સતત અને સતત ગીર સોમનાથ જિલ્લાના સામાજિક કાર્યકરો તેમજ અગ્રણીઓ સહકાર આપતા રહ્યા છે. ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર દ્વારા યોજાયેલ કરણા વિદ્યાધન સમર્પિત સમારોહ સંપન્ન ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે આવેલ ધમ્મવાડીમા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત ભારતીય બંધારણ તેમજ રાષ્ટ્રધ્વજ રાખી અને અધ્યક્ષ સ્થાને આવેલા ગુજરાત હાઈકોર્ટના વકીલ પ્રશાંત ચાવડા હસ્તે કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પ્રશાંતભાઈ ચાવડા, તેમજ રાષ્ટ્રીય સંગઠન એક વિચાર એક ભારતના પ્રેરક રાજેશ સોલંકી અને તેમની સાથે સંગઠનના રાજ્ય કક્ષાના હોદેદાર તેમજ ટીમ સાથે કયુમભાઈ જુણેજા તેમજ મનસુખભાઈ ગોહેલ કોંગ્રેસ પ્રમુખ ગીર સોમનાથ, બીજલભાઈ મકવાણા નિવૃત તાલુકા વિકાસ અધિકારી, હીરા સન ફિલ્મ નિર્માતા અજય રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય અરસી ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય હરસુખભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય કાજલ ભજગોતર, જ્યોતિબેન મકવાણા, હેડ કોસ્ટેબલ શામજી વાજા, હરસુખ વાજા સરપંચ, દેવાભાઈ રાઠોડ પત્રકાર,ભરત કાતરીયા, રમેશભાઈ, ભરત બારોટ તેમજ ઘણામહાનુભાવો એ હાજરી આપી અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કોરોના કાળમાં જે બાળકોએ પોતાના સ્વજન ગુમાવેલા હતા એવા બાળકોને ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર તરફથી અભ્યાસ ક્ષેત્રે લગતી સ્ટેશનરી નિશુલ્ક આપવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા સામાજિક તેમજ શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે જેમ કે સર્વ રોગ નિદાન કેમ્પ નેત્રયજ્ઞ દંતયજ્ઞ,વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, આ તકે નવોદિત લેખક કે. એ. જાદવ સાહેબ દ્વારા વિઝન ઓફ ન્યુ લાઇફ નામની બુક પ્રકાશિત કરવામાં આવી હતી. તે બુક ને પણ આવકાર આપવામાં આવ્યો હતો અને આ લેખકનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ઘણા માછીમારો પાકિસ્તાનની જેલમાં હવાલે છે જેમની સરકાર સાથે સકારાત્મક રજૂઆત સરકાર સાથે એક વિચાર એક ભારતની ટીમ દ્વારા સરકાર સાથે કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ ના એડવોકેટ અને સામાજિક લાગણી ધરાવતા એવા એડ. પ્રશાંત ભાઈ ચાવડા કે જેઓને ગીર સોમનાથ જિલ્લાના યુવા અગ્રણી રાજેશ સોલંકી તેમજ પત્રકાર અને સામાજિક કાર્યકર્તા ભીમજીભાઈ ભજગોતર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે અન્વયે તેમને ભારત સરકાર સાથે પત્રવ્યવહાર કર્યો હતો તેમણે આ માછીમારોને છોડાવવા માટે નિશુલ્ક હાઈકોર્ટ મેટર કરવી પડે તો પણ લડી આપવા ખાત્રી આપી હતી. ત્યારે માછીમાર પરિવારના બહેનો તરફથી નિસ્વાર્થ ભાવથી કામ કરતા એડ. પ્રશાંતભાઈ ચાવડાનું ચાલ તેમજ પુષ્પગુચ્છ આપી અને તે પરિવારના બહેનો તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. એડ. પ્રશાંતભાઈ ચાવડા દ્વારા કેન્દ્ર સરકારમાં જેતે લાગુ પડતા વિભાગો વિદેશ મંત્રાલય તેમજ અન્ય વિભાગો સાથે ટૂંકા સમયમાં મળવા તેમજ કાયદાકીય રજૂઆતો કરી આ બાબતે નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત તમામ સામાજિક આગેવાનો અને સંસ્થા તથા સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા સામાજિક ઉત્કર્ષ ની વાતો કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમમાં ચાલુ વરસાદે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ સામાજિક જીવનના અને નવનિર્માણની દિશામાં કાર્ય કરવા કટિબદ્ધ થયા હતા. આ બાબતે સામાજિક અગ્રણી ગોરધનભાઈ દ્વારા પ્રેરક પ્રવચન રજૂ કરવામાં આવ્યુ તેમજ આ ઉપરાંત સંસ્થાના પ્રમુખ ભીમજીભાઈ દ્વારા સર્વને માટે ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેના દાતાનુ પણ સન્માન કરવામાં આવ્યું હતુ સન્માન અને આભારની લાગણી વ્યક્ત કરી આ કાર્યક્રમ પૂર્ણાહુતિ કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની ખુમારી અને ખાનદાની જોવા મળે છે.


