કોરોના હજી ગયો નથી ત્યારે નવા રૂપમાં ફેલાયેલ ઓમિક્રોન નો એક કેસ ગુજરાતના જામનગરમાં નોંધાતા સરકાર અને આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. આ પરિસ્થિતિમાં લોકો બેદરકાર ન રહે અને પોતાની તેમજ પોતાના પરિવારની સુરક્ષા અને સલામતી માટે અમરેલી જીલ્લામાં આજ તા.૭-૧૨ ને મંગળવારથી માસ્ક ફરજીયાત પહેરવાની કડક સુચના અમરેલી જીલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાયે આપી છે. જાહેરમાં માસ્ક નહિ પહેરનાર વ્યક્તિ સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી તંત્રને સહકાર આપી સુરક્ષિત રહેવા ઓમિક્રોન થી બચવા જણાવેલ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


