અમદાવાદ
અમદાવાદ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટને નાતાલના તહેવાર નિમિત્તે શણગારવામાં આવ્યું છે. ત્યારે મુસાફરોના પ્રવાસ દરમિયાન તહેવારની ઉજવણી એરપોર્ટ એથોરિટીએ પણ કરી. જે સંદર્ભે યાત્રિકોને સરપ્રાઈઝ મળે તે માટે મુંબઇ એરપોર્ટ પરથી જ એક માણસને સાન્તાક્લોઝના વેશમાં કાઢવામાં આવ્યો હતો. જ્યારે આ ફ્લાઈટ અમદાવાદ પહોંચી ત્યારે પણ તેમની સાથે ઉતર્યા, જેઓ લેન્ડ થયેલા પ્રવાસીઓને લગેજ બેલ્ટ પર એરિયામાં લઈ ગયા. જ્યાં લગેજની સાથે સરપ્રાઈઝ ગિફ્ટ પણ આવવા લાગ્યા, જે જાેઈને પ્રવાસીઓ પણ જાેઈ આશ્ચર્યમાં મૂકાયા. એક તરફ જ્યાં દેશ અને ગુજરાતમાં કોરોનાના કિસ્સા ફરી એકવાર વધી રહ્યા છે અને તેવામાં ખાસ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કોવિડની આ સ્થિતિમાં એક હકારાત્મક વાતાવરણ ઉભું થાય તે માટે આ ખાસ પ્રયોગ કરવામાં આવ્યો હતો.દેશભરમાં આજે નાતાલની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓને પણ સરપ્રાઈઝ આપવા માટે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં સાન્તાક્લોઝે પણ તેમની સાથે મુસાફરી કરી, જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આ પ્રવાસીઓ પહોંચ્યા ત્યારે યાત્રિકોને પોતાના લગેજની સાથે સરપ્રાઈઝ ગિફ્ટ પણ મળી.