અમદાવાદ
જીઝ્ર,જી્ અને ર્ંમ્ઝ્રમહાસંઘના કન્વીનર રાજેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી એ લોકસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કુટુંબ વાર્ષિક આવક મર્યાદા આઠ લાખની કરવા માટે રજૂઆત કરી છે. તેઓએ લોકસભામાં કહ્યું હતું કે, ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે ઓબીસીના વિદ્યાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદામાં વધારો થતો હોય તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળે તે માટે ૨.૫ લાખથી વધારી ૮ લાખની વાર્ષિક આવક મર્યાદા હોવી જાેઇએ. હવે તો સાંસદે પણ માંગણી કરી છે, તો સરકાર પણ આ મામલે ર્નિણય કરવો જાેઈએ. નોંધનીય છે કે, છેલ્લા દસ-બાર વર્ષમાં મળેલા પગારપંચના કારણે સામાન્ય ચોથા વર્ગના કર્મચારીઓના પગારની વાર્ષિક આવક મર્યાદા ૨.૫૦ લાખ કરતા વધી જાય છે, જેના કારણે અનુસૂચિત જાતિના અસંખ્ય વિદ્યાર્થીઓ આ આવક મર્યાદાના કારણે શૈક્ષણિક, શિષ્યવૃતિના લાભોથી વંચિત રહી જાય છે. વધુમાં અનુસૂચિત જાતિના છાત્રો અભ્યાસમાં ઉચ્ચ ટકાવારી લાવવા છત્તા પણ આવક મર્યાદાના કારણે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમા શિષ્યવૃતિના લાભ નહી મળી શકવાને કારણે ઉચ્ચ અભ્યાસથી વંચિત રહી જાય છે, કે પછી તેમને અધવચ્ચેથી અભ્યાસ છોડવા મજબુર થવુ પડે છેદેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપના લાભ લેવા માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૨.૫ લાખની છે. વિવિધ સામાજિક સંગઠનો દ્વારા આ આવક મર્યાદા વધારવા માટે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે. પરંતુ તેમાં વધારો કરવામાં આવ્યો નથી. સામાન્ય કુટુંબના મોટા ભાગના અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સંકડામણ ભોગ બને છે, તેવી રજૂઆત સાથે જીઝ્ર,જી્ અને ર્ંમ્ઝ્ર મહાસંઘે આવક મર્યાદા વધારવાની માંગણી કરી છે.