સલામત સવારી એસટી અમારી જેવા રૂપકડા સુત્રો આપનાર એસટી નિગમ મુસાફરોની સુરક્ષા માટે કેટલી ગંભીર છે તે આજે સર્જાયેલા અકસ્માતના કિસ્સા પરથી સમજી સકાય છે જેમાં જેતપુર પોરબંદર હાઇવે રોડ પરથી જઈ રહેલી એસટી બસનું ટાયર ફાટતા બસ રોડથી નીચે બોર્ડ તોડી ડિવાઈડર પર ચડી ગઈ હતી.
જેતપુર પોરબંદર હાઇવે તત્કાલ ચોકડી આગળ એસટી બસને અકસ્માત નડ્યો હતો જેમાં એસટી બસનું ટાયર ફાટતા એસટી બસ રોડ ઉપરના બોર્ડને તોડી ડિવાઈડર પર ચડી હતી સદનસીબે બસમાં બેઢેલા તમામ મુસાફર અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો,જસદણ ધોરાજી રૂટની એસ.ટી બસ જીજે ૧૮ ઝેડ ૫૩૭૭નું અચાનક ટાયર ફાટતા થોડીવાર માટે તમામ મુસાફરોના શ્વાસ અધર થયો હતો.આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા
એસટી નિગમની બસોમાં કન્ડેમ ટાયરને પગલે અનેક અકસ્માતો સર્જાતા હોય છે તેમજ અનેક વાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે એસટી નિગમ મુસાફરોની સુરક્ષાને ગંભીરતાથી લે અને જૂની બસોને હવે રજા આપી નવી બસો વસાવે તેમજ કન્ડેમ ટાયર વાપરીને ગાડું ગબડાવવાની પરંપરાને તિલાંજલિ આપવામાં આવે તેનો સમય પાકી ગયો છે
હરેશ ભાલીયા જેતપુર


