Gujarat

ઓખામંડળ સહીત ગુજરાત ભરના માછીમારી ઉદ્યોગમાં ભયંકર મંદીથી સાગર ખેડૂઓએ વહાણો કાંઠે લંગાર્યા.

ઓખામંડળ સહીત ગુજરાત ભરના માછીમારી ઉદ્યોગમાં ભયંકર મંદીથી સાગર ખેડૂઓએ વહાણો કાંઠે લંગાર્યા.

ગત વર્ષેથી કોરોના કાળના વૈશ્વિક લોકડાઉનના કારણે વિદેશમાં માછીમારીની માંગ અને બજારમાં ભાવ પૂરતો ન મળતા બોટ માલિકો ખલાસીઓને વેતન ન આપી શકતા ખલાસીઓ બેકાર બન્યા છે અને ઉદ્યોગ ઠપ્પ થતો જાય છે.

ઓખામંડળ તા.05 : ગુજરાત ભરની સાથે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખામંડળના માછીમારોમાં પણ મોટી મંદી જોવા મળી રહી છે. લોકડાઉન અને ડીઝલના સતત વધતા જતા ભાવોને કારણે નવ – દસ મહિના ચાલતી સીઝન પાંચ માસમાં બંધ થતાં માછીમારી સાથે હજારો પરિવારોને બેદરકારી અર્થતંત્રને ધબકતું રાખતો માછીમારી ઉદ્યોગ દેશને કરોડો રૂપિયાનો વિદેશી હૂંડિયામણ કમાવી આપતો માછીમાર ઉદ્યોગ લોકડાઉન અને સરકારની સાગર ખેડૂત તો પ્રત્યેના નિતી નિયમને કારણે તથા પેટ્રોલ-ડીઝલના રાક્ષસી ભાવ વધારાને કારણે સૌરાષ્ટ્ર સાથે ઓખામંડળ દેવભૂમિ દ્વારકા માછીમારો પાયમાલ થવા પર છે.15 મી ઓગસ્ટ થી ૧૫ મેં સુધી ધમધમતો આ માછીમારી ઉદ્યોગ 1 જાન્યુઆરીથી બંધ કરવાનો વારો આવ્યો છે માછીમારી બોટ ઓખા બંદર પર બંધ કરી રાખી દેવાઈ છે અને દરિયામાં રહેલી બોટને પણ કાંઠે લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે ગત વર્ષેથી કોરોના કાળના વૈશ્વિક લોકડાઉનના કારણે વિદેશમાં માછીમારીની માંગ અને બજારમાં ભાવ પૂરતો ન મળતા બોટ માલિકો ખલાસીઓને વેતન ન આપી શકતા ખલાસીઓ બેકાર બન્યા છે અને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો વેપારી બેકાર બન્યા છે.

Screenshot_2021_0205_221117.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *