Gujarat

ઓટો-ડેબિટ અંગે રિઝર્વ બેન્કના નવા નિયમ અમલી

નવી દિલ્હી
ઓગસ્ટ ૨૦૧૯ના રોજ રિઝર્વ બેન્કે ઓનલાઇનઝ્‌રાન્ઝેક્શન્સ અંગે ઇ-મેન્ડેટના પ્રોસેસિંગ માટે માળખુ જારી કર્યુ હતુ. પ્રારંભમાં આ માળખુ કાર્ડ અને વોલેટ્‌સને જ લાગુ પડતુ હતુ. જાન્યુઆરી ૨૦૨૦માં તેમા યુનિફાઇડ પેમેન્ટ્‌સ ઇન્ટરફેસ (યુપીઆઇ) વ્યવહારોને પણ આવરી લેવાયા હતા. રિઝર્વ બેન્કે ભારતમાં ડિજિટલ પેમેન્ટને સલામત બનાવવા માટે એએફએને ફરજિયાત બનાવ્યુંછે. આના લીધે ગ્રાહકો છેતરપિંડીવાલા વ્યવહારોથી બચી શકે છે અને ગ્રાહકની સગવડતામાં પણ વધારો થાય છે.રિઝર્વ બેન્કે ઓટો ડેબિટના નવા નિયમ આજથી અમલી બનશે. તેના માટે લંબાવવામાં આવેલી ડેડલાઇન ૩૦ સપ્ટેમ્બરે પૂરી થઈ છે. આ સાથે હવે રિચાર્જ અને યુટિલિટિ બિલ સહિત કોઈપણ પ્રકારના ઓટોમેટિક રિકરિંગ પેમેન્ટમાં એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન (એએફએ) શુક્રવારથી ફરજિયાત બનશે. રિઝર્વ બેન્કે ચોથી ડિસેમ્બરના રોજ આરઆરબી, એનબીેફસી અને પેમેન્ટ ગેટવે તથા પ્રીપેઇડ પેમેન્ટ્‌સ ઇન્સ્ટ્રૂમેન્ટ્‌સ (પીપીઆઇ) તથા યુનિફાઇડ પેમેન્ટ્‌સ ઇન્ટરફેસ (યુપીઆઇ) ઓટો ડેબિટ અંગેના નવા નિયમોનું ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ પછી પાલન કરવું પડશે. જાે કે પછી આ ડેડલાઇન ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ હતી. તેમા ક્રેડિટ કાર્ડ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. રિઝર્વ બેન્કે કાર્ડના વ્યવહારોની સલામતી વધારવા અને ગ્રાહકની સુરક્ષામાં વધારો કરવા માટે આ પગલાંની જાહેરાત કરી હતી. જાે કે કેટલીક કંપનીઓ યુટિલિટિ બિલ્સ, રિચાર્જ, ડીટીએચ અને ઓટીટી અંગે તૈયાર ન હોવાના લીધે તેણે આની સમયમર્યાદા ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી હતી. નવા ધારાધોરણો મુજબ બેન્કોએ ગ્રાહકોને આ પ્રકારના બાકી પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન માટે જણાવવું પડશે. તેના માટે ગ્રાહકની મંજૂરી મેળવવી પડશે. આમ આ ટ્રાન્ઝેક્શન ઓટોમેટિક કે સ્વચાલિત રીતે નહી થાય પણ ગ્રાહકની મંજૂરીથી થશે. પાંચ હજારથી વધારે રકમની ચૂકવણી માટે બેન્કોએ ગ્રાહકને નવી માર્ગદર્શિકા મુજબ વનટાઇમ પાસવર્ડ મોકલવો પડશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) સહિતની મોટાભાગની બેન્કોએ તેમના ગ્રાહકોને નવા નિયમો અંગે જાણકારી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *