Gujarat

ઓમિક્રોન પ્રોટીનમાં ૩૦ જેટલા બદલાવ થવાથી સંક્રમણ વધુ ઝડપી

જામનગર
‘કોરોનાનો મૂળ વાયરસ એટલે કે કોવિડ -૧૯ ના ફીઝીક્લ સ્ટ્રકચરમાં બદલાવ આવ્યો છે. આ કારણોસર કોરોનાના નવા સ્વરૂપ સામે આવે છે. જેમાંનો એક ઓમિક્રોન છે.આ નવા વેરીએન્ટ ઓમિક્રોનના એક સ્પાઈ પ્રોટીનમાં ૩૦ જેટલા મ્યુટેશન છે. જેના કારણે તે વધુ ઝડપથી ફેલાઈ છે. સ્પાઈ પ્રોટીન (કોરોના વાયરસની આકૃતિમાં ઉપરનો ત્રિકોણાકાર ભાગ) જે પ્રોટીનના માધ્યમથી વાયરસ માણસના કોષમાં પ્રવેશે છે. જાે કે, આ વાયરસ કેટલો ઘાતક છે તે અત્યારે કહી શકાય નહીં. પરંતુ લોકોએ તેનાથી ડરવાની નહીં પણ સાવચેતી રાખવાની જરૂર છે.’ જીનોમ એટલે કે દરેક વ્યક્તિની જેમ ફિંગર પ્રિન્ટ હોય છે તેમ વાયરસનું પણ એક ચોક્કસ માળખું હોય છે. જેને જિનોમ કહેવાય છે. જીનોમનું પૂરું નામ યુનિક જનરેટીક ફિંગર પ્રિન્ટ છે. વાયરસના જેટલા પણ જીનોમ હોય તેનો દરેક દેશમાં અભ્યાસ થઇ રહ્યો છે. આ માટે એક ખાસ પોર્ટલ હોય છે અને તેમાં તેની વિગત મૂકવામાં આવતી હોય છે. જેના માધ્યમથી ખબર પડે છે કે કોરોના વાયરસનો ક્યો વેરિએન્ટ છે. વાયરસમાં સતત મ્યુટેશન થતું રહે છે. જેના કારણે કોરોના વાયરસના નવા સ્વરૂપ સામે આવી રહ્યા છે. કોરોનાના આ નવા વેરીએન્ટમાં વાયરસ ઓમિક્રોનના એક સ્પાઈ પ્રોટીનમાં ૩૦ જેટલા મ્યુટીશિયન છે. જે ખૂબ ઝડપથી ફેલાઇ છે. પરંતુ આ વાયરસ કેટલો ઘાતક છે તે અત્યારે કહી શકાય નહીં. – એસ.એસ.ચેટરજી, નોડલ ઓફિસર, જી.જી.હોસ્પિટલ જામનગરગુજરાતનો ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. દક્ષિણ આફ્રીકાના ઝિમ્બાબ્વેથી ૨૮ નવેમ્બરે જામનગર સાસરે આવેલા ૭૨ વર્ષના વૃદ્ધને ઝીણો તાવ, શરદી, ઉધરસ હોય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડેન્ટલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં આઇશોલેશનમાં રાખી સારવાર શરૂ કરવામાં આવી હતી. તેઓની આફ્રીકાની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાથી ઓમિક્રોન છે કે નહીં તે માટે તેના નમૂના ગાંધીનગર લેબમાં મોકલાયા હતાં. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *