(બિપીન પાંધી દ્વારા)
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – તે સંદર્ભે સાવરકુંડલા તાલુકાના જાબાળ, અભરામપરા, સાકરપરાં દિતલા, બાઢડા, ઓળિયા વગેરે ગામોના ખેડૂતો જોડાયા હતાં. આ પદયાત્રા માર્કેટિંગ યાર્ડ થી આરંભી અને વ્યાયામ મંદિરે સભાનાં રૂપમાં ફેરવાઈને સમાપન થયેલ. ઓલ ઈન્ડિયા કિસાન ખેત મજદૂર સંગઠન ગુજરાતનાં સંયોજક કનુભાઈ ખડદિયાએ કૃષિ કાનૂનો પાછા ખેચવાની માનનીય પ્રધાનમંત્રી મોદીજીની જાહેરાતને આવકારીને હજુ એમ.એસ.પી.અને સુધારેલાં વીજ બીલની માંગને પૂરણતઃ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની વાત કરી હતી. તમામ ચારસો કિસાનોને જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી હતી. કિસાન વિરોધી ત્રણ કાયદા વિરુધ્ધ દિલ્હી બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચા હેઠળ ચાલતી લડતને એક વર્ષ પૂરું થયું ઓલ ઈન્ડિયા કિસાન ખેત મજદૂર સંગઠન આ સંયુકત મોરચાનું એક ઘટક છે તેવું જણાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું સંચાલન સફળતાપૂર્વક જયંતિભાઈ ખડદિયાએ કર્યું હતું. કાર્યક્રમને અંતે સૌ મીઠું મોંઢુ કરીને સૌ છૂટાં પડ્યાં હતાં. એમ.એસ.પી. અને નવા વીજબીલ માટે આગામી કાર્યક્રમો ચાલુ રખાશે તેમ ઓલ ઇન્ડિયા કિસાન ખેત મજદૂર સંગઠન ગુજરાતનાં સંયોજક કનુભાઈ ખડદિયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.


