કચ્છ
ભચાઉથી ૫ કિલોમીટર દૂર ભુજ દુધઈ રોડ પર લોધેસ્વર ચાર રસ્તા નજીક આવેલી હોટલ સામેના મેદાનમાં ડંપર ન. (ય્ત્ન-૦૩-છઠ-૮૮૯૭) ગત ૨૭ની રાત્રીના પાર્ક કર્યા બાદ તેનો ચાલક ચોકીદારને સૂચના આપી તેના ગામ જડસા ગયો હતો. પરિવહન માટે ઓર્ડર મળતા તે ગઈકાલ સવારે હોટલ પર આવ્યો હતો. જ્યાં રૂ. ૨૨ લાખની કિંમતનું ડંપર જાેવા ના મળતા તેની જાણ ડંપર મલિક જાનમામદ પરમારને કરવામાં આવી હતી. બાદ તપાસ કરતા હોટલમાં રહેલા ઝ્રઝ્ર્ફ કેમરામાં ડંપર સવારે ૭.૨૫ વાગ્યા દરમિયાન કોઈ હંકારી જતો હોવાનું દેખાયું હતું. બનાવની જાણ પોલીસમાં કરાતા પોલીસે હાલઘડી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.પૂર્વ કચ્છના ભચાઉ પાસે દુધઈ માર્ગ પરના લોધેસ્વર ચાર રસ્તા નજીક હોટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલું રૂ. ૨૨ લાખની કિંમતનું ડંપરની ચોરી થયાની ઘટના સામે આવી છે. ડંપર મલિક દ્વારા શોધખોળના અંતે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. ભચાઉ પોલીસે જાણવા જાેગ પરથી હાલ પ્રાથમિક તપાસ શરૂ કરી છે.
