Gujarat

કઠલાલના ચૌહાણપુરા માં કેટલાક વિસ્તારમાં ૨૪ કલાક વીજ પુરવઠો આપવા રજૂઆત કરાઈ

કઠલાલ તાલુકા માં ચૌહાણપુરા  એ કઠલાલ નગરપાલિકા નો વિસ્તાર છે અને આ વિસ્તારના કેટલાક ઘરોમાં ૨૪ કલાક વીજ પુરવઠો મળતો ન હોવાથી નાગરિકો દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપની કઠલાલ ખાતે રજૂઆત કરવામાં આવી જેમાં સ્થાનિકોએ જણાવ્યું છે કે ચૌહાણપુરા કઠલાલ નગરપાલિકા નો વિસ્તાર છે અને આ વિસ્તાર માં અંદાજે ૩૦૦ જેટલા લોકો વસવાટ કરે છે અને ચૌહાણપુરા સીમ વિસ્તારમાં આઠ કલાક વીજપુરવઠો આપવામાં આવે છે અને આ નગરપાલિકા વિસ્તાર હોય તેઓને ૨૪ કલાક વીજ પુરવઠો આપવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી .ચૌહાણપુરા વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહી કઠલાલ એમ.જી.વી.સી.એલ ખાતે ડેપ્યુટી ઈજનેર થી એન્જિનિયર એચ.એલ.ભણસોલ ને લેખિત રજૂઆત કરી હતી ત્યારે તેઓએ તપાસ કરી યોગ્ય રસ્તો કાઢવાની હૈયાધારણા આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *