Gujarat

કઠલાલના દાદાના મુવાડા ગામે કોંગ્રેસનું જનાક્રોશ સંમેલન હજારોની સંખ્યામાં યોજાયું

થોડા સમય પહેલા કઠલાલના દાદાના મુવાડા ગામે અને ખેડૂતોની જમીનો બારોબાર દસ્તાવેજ થઈ ગયો હતો તે સંદર્ભે વિગતો બહાર આવી હતી ગામમાં આવેલી પંચાયત મંદિરો શાળા તેમજ સરકારી જમીનો પર દસ્તાવેજ થઈ ગયેલો હોવાનું સામે આવેલ આ બાબતે ગામલોકોની રજૂઆતને ધ્યાને લઇ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દાદાના મુવાડા ની ૬૦૦ વિઘા જમીન વેચાઈ જવાની કારણે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા દ્વારા પત્રકાર પરિષદ યોજી પરંતુ આજ દિન સુધી તે બાબતે યોગ્ય ન મળવાને કારણે કોંગ્રેસ દ્વારા જનાક્રોશ આંદોલન કરી સરકારના કાને આ વાત સંભળાય તે માટે કોંગ્રેસના પદાધિકારીઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ના કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા,પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી,પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર જેઓએ ફાગવેલ પધારી ભાથીજી મહારાજના દર્શન કરી મંચ ઉપર પધાર્યા હતા તેઓએ જણાવ્યું કે મહાભારતમાં શકુનિ હોય તેમ દાદાના મુવાડા માટે ભાજપ શકુની બનીને આવેલ છે જેથી આવા શકુની થી બચવા માટે સૌ લોકોએ આગળ આવવું પડશે તેમજ ભૂમાફિયા માટે અને ભાજપ માટે આકરા પ્રહારો કર્યા હતા
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા,કપડવંજ કઠલાલ ધારાસભ્ય કાળુ સિંહ,ઇન્દ્રજીતસિંહ પરમાર,રાજેન્દ્ર પરમાર,નટવર સિંહ મહિડા,રાજેન્દ્ર ઠાકોર,માછી રાઠોડ વગેરે નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે પધારેલ દરેક નેતાઓનું એક જ વજન હતું કે સૌ લોકો એકત્રિત થઇ ભાજપની સરકારમાં રહેલા તેમજ ભાજપની સરકારની રહેમ નજર હેઠળ ભૂમાફિયા ગીરી
કરતા દરેક વ્યક્તિઓને બહાર લાવવા માટે આપણા સમાજ એકત્ર થવુ પડશે ટૂંક સમયમાં આવી રહેલ દશેરાના દિવસે હથિયારોનો પૂજન કરી માં ભવાની ને યાદ કરી જેમ ભાથીજી મહારાજ દ્વારા સમાજ માટે બલિદાન આપવામાં આવ્યું હતું એવી જ રીતે આ ભાજપ સરકારમાં યોગ્ય ન્યાય મેળવવા માટે આપણે સૌએ એકત્રિત થવું પડશે આમ મંચસ્થ મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું તેમજ ભૂમાફિયાઓ ની ચુંગલમાંથી  છુટકારો મેળવવા માટે અમે સાથે રહીશું તેવા વચનો આપ્યા હતા આ નિર્ણય છે અન્યાય છે તેને સાંખી લેવામાં નહીં આવે જો અમે યોગ્ય ન્યાય નહીં મળે તો આ માટે આંદોલન માટે પણ હવે તૈયાર છે આમ દાદાના મુવાડા ના રહીશોને પધારેલા સૌ કોઈ આગેવાનોએ આશ્વાસન આપ્યું હતું
અંતમાં દાદાના મુવાડા ખાતે યોજાનાર જનાક્રોશ આંદોલન ખૂબ જ મોટી સંખ્યામાં યોજાયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *