કઠલાલ નગરમાં છેલ્લા કેટલાય સમયથી હજારોની સંખ્યામાં ઉત્તર પ્રદેશની આવીને વસતા તેમજ કામ ધંધો કરતા તમામ સમાજના લોકોએ દશેરા ના મહાપર્વ નિમિત્તે નાની-નાની કન્યાઓને પૂજન કરી તમને યોગ્ય દક્ષિણા આપી અને ભોજન કરાવી તેમના ચરણો ધોયા હતા આ દિવસે સમાજના અગ્રણી એવા બળવંતસિંહ ના જણાવ્યા અનુસાર નવરાત્રી દરમિયાન નકોરડા ઉપવાસ કરી છેલ્લા દિવસે બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરાવી તેમજ નાની નાની બાળાઓના ચરણ ધોઈ મા અંબાની આરાધના પૂરી કરી આ દિવસે ઉત્તર પ્રદેશના તમામ ભાઈઓ સાથે ગુજરાતી ભાઈ-બહેનોએ પૂજા અર્ચના કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો આમ દશેરાનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું
