મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ શહેરમાં નવા સી.એચ.સી સેન્ટર નું ખાતમુહૂર્ત ટૂંક સમયમાં યોજાનાર છે જેને લઇ કઠલાલ ભાજપના કાર્યકરોએ તાલુકા હેલ્થ કચેરી ખાતે આયોજનના ભાગરૂપે મુલાકાત કરી હતી.શહેરમાં નવું સી.એચ.સી સેન્ટર બનતા નાગરિકોને હવે આરોગ્ય બાબતે વધુ સુવિધાઓ મળી રહેશે.કઠલાલ શહેર ભાજપ પ્રમુખ બિપીનભાઈ પટેલ,કઠલાલ નગરપાલિકા પ્રમુખ તુલસીભાઈ થોરી,ઉપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ,કાઉન્સિલર મીતેશભાઈ શાહ,અસગરભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના સહિતના અગ્રણીઓએ ખાતમુહૂર્ત પ્રસંગે લઈ આયોજનના ભાગરૂપે તાલુકા હેલ્થ કચેરી ખાતે ટી.એચ.ઓ સાથે મુલાકાત કરી હતી.
