Gujarat

કઠલાલ શેઠ.એમ.આર .હાઈસ્કૂલ  ખાતે ૭૪ માં હોમગાર્ડ સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
૬ ડિસેમ્બર એટલે હોમગાર્ડ સ્થપાના દિવસ અને આ દિવસ નું હોમગાર્ડ જવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે ત્યારે સમગ્ર ભારત માં હોમગાર્ડ સ્થપાના દિન ની ઉજવણી ધામધૂમ પુર્વક કરવામાં આવે છે કઠલાલ હોમગાર્ડ યુનિટ દ્વારા પણ શેઠ.એમ.આર.હાઈસ્કૂલ ખાતે  ૭૪માં હોમગાર્ડ સ્થાપના દિન ની ઉજવણી કરવામા આવી આ કાર્યક્રમમાં કઠલાલ હોમગાર્ડ કમાન્ડર પરબતસિંહ પરમાર સહિત ૯૨ જેટલા હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા હોમગાર્ડ જવાનો દ્વારા કઠલાલ શેઠ.એમ.આર હાઈસ્કૂલ થી ફ્લેગમાર્ચ રેલી નિકળી હતી  જે કઠલાલ મંગડીયાવાળ,પટેલવાડ,નાની ખડકી અને કઠલાલ બજાર તેમજ બસ સ્ટેશન રહી ને  શેઠ.એમ.આર હાઈસ્કૂલમાં પરત ફરી હતી ત્યારબાદ હોમગાર્ડના બે જવાનો  વકીલ બનતા  તેઓનું અને પત્રકાર મીત્રોનું સન્માન કરાયું હતું અને અંત માં ૭૪ માં માં સ્થાપના દિન નિમિત્તે કેક કાપી સમગ્ર હોમગાર્ડ જવાનો દ્વારા ઉજવણી કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *