Gujarat

કપડવંજ નગરના મધ્ય સ્થાને આવેલા શ્રી બહુચર માતાજીનો પ્રાગટ્ય દિન ઉજવાયો

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ નગરના મધ્ય સ્થાને આવેલા શ્રી બહુચર માતાજીના મંદિરે માગશર સુદ – 2 ના રવિવારે મા બહુચરના પ્રાગટ્ય દિન નિમિત્તે  ઉજવવામાં આવ્યો માગશર સુદ બીજના દિવસે  માતાજીના પરમભક્ત  વલ્લભ ભટ્ટ અને ધોળા  સ્વરૂપે   માતાજી સત્તરસો  બત્રીસ ની સાલ માગશર સુદ  બીજને સોમવાર મા બહુચર માં વલ્લભ ભટ્ટ રૂપે અને  ધોળા રૂપે  નારસંગા વીર પ્રગટ્યા અને ભક્તની  લાજ રાખીને સૌને રસ રોટલી નાત  જમાડી હતી તો આ દિવસે  માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે  સમગ્ર બહુચર માતાજીના મંદિરે બહુચર મા ના પ્રાગટ્ય દિન નિમિત્તે ઉજવવામાં આવે છે  કપડવંજ નગરના મધ્ય સ્થાનમાં આવેલા શ્રી બહુચર માતાજીના મંદિરે પણ માં બહુચર મા ના પ્રાગટ્ય દિન નિમિત્તે ઉજવવામાં આવ્યો હતો આ દિવસે પણ ખૂબ મોટી સંખ્યામાં માઈ ભકતોએ રસ રોટલી ની પ્રસાદી અને માતાજીના દર્શન કરીને પાવન થયા હતા અને બહુચર માતાજીના મંદિરના વહીવટ કરતાં ભાવિનભાઈ જોશીએ જણાવ્યા અનુસાર લગભગ ૧૦૦ કિલો જેટલો રસ ની પ્રસાદી મંદિરેથી વહેચવા માં  આવી હતી અને  રાત્રે 9:00કલાકે  માતાજીના મંદિરે આનંદના ગરબાના પાઠ કરવામાં  આવ્યા હતા
 અને  અમાસ ના દિવસે ખુબ મોટી  સંખ્યામાં માઇભકતો બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા પધારે છે અને માતાજીના આશીર્વાદ થી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને માતાજીના મંદિરે દરેક અમાસે  અને દર રવિવારે રાત્રિના 9:00 કલાકે મંડળની બહેનો દ્વારા આનંદના ગરબાના પાઠ કરવામાં આવે છે

IMG-20211207-WA0092.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *