ગુજરાત સરકાર દ્વારા નાણાં વિભાગના સંદર્ભ દર્શિત ઠરાવથી તારીખ 1 – 4- 2005 અથવા ત્યારબાદ ગુજરાત સરકારમાં નિમણૂક પામેલ વર્ગ ૧ થી ૪ સંવર્ગના અધિકારીશ્રી /કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના ધોરણે નવી વર્ધિત પેન્શન યોજના ફરજિયાત પણે લાગુ કરવાનું નિર્ણય લેવામાં આવેલ પરંતુ NPS એ એક અસુરક્ષિત અને શેર બજાર આધારિત યોજના છે, સદર યોજના અંતર્ગત કર્મચારી અને અધિકારી અને ગુજરાત સરકારના 10% લેખે નાણાં રોકાણ અત્યંત અસ્થિર અને અણધાર્યા એવા શેરબજારમાં થતું હોય તે જાહેર હિતમાં કે કર્મચારીઓના હિતમાં જણાતું નથી, જેમાં વય નિવૃત્તિ બાદ ખૂબ જ નજીવું પેન્શન બાંધવામાં આવે છે, જેમકે તાજેતરમાં જે કર્મચારીઓ એનપીએસ હેઠળ વય નિવૃત્તિ અથવા અવસાન થઈ રહ્યા છે તેવા એનપીએસ ધારકો ના વારસોને બે હજારથી પણ ઓછું એવું નજીવું પેન્શન બંધાઈ રહ્યું છે, જેનાથી વૃદ્ધાવસ્થામાં જીવનનિર્વાહ કરવો ખૂબ જ કપરું છે ,આ પેન્શન યોજનામાં મોંઘવારી ભથ્થા કે નવા પગાર પંચનો લાભ મળતો નથી, જેના કારણે કર્મચારીઓને નુકસાન થઈ રહ્યું હોય હોય જૂની પેન્શન યોજના પુન લાગુ કરવા આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

