Gujarat

કારની ટક્કરથી હવામાં ફંગોળાઈ સામેની કારે પટકાતા મહિલાનું મોત

અમદાવાદ
કાર પૂરપાટ ઝડપે આવી અર્હી હતી અને તેણે મહિલાને જાેરદાર ટક્કર મારતા મહિલા ૧૫ ફૂટથી વધારે અંતર સુધી હવામાં ફંગોળાઈ હતી. ત્યારબાદ સામેની કારે અથડાઈને નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બાદમાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી છે. આ કારે મહિલાને ઉછાળીને સામે આવી રહેલી અન્ય તેમજ સ્કૂટરને પણ અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મહિલાને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. ભયંકર ટક્કર બાદ મહિલા હવામાં ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતમાં મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. અકસ્માત થયા બાદ કારચાલક ઘટનાસ્થળે જ કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફુટેજમાં દેખાતા દ્રશ્ય પ્રમાણે અને કારના સબુત પ્રમાણે તપાસ હાથ ધરવામાં આવી હતી.અમદાવાદમાં ભયંકર અકસ્તામ સર્જાયો હતો. અમદાવાદના એરપોર્ટ પાસે હાંસોલમાં પૂરપાટ કારે મહિલાને ટક્કર મારતા હવામાં ફંગોળાઈ હતી. અને સામે આવતી કાર પર પટકાઈ જમીન પર પડતા મહિલાનું મોત નિપજ્યું હતું. હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *