શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ મંદિર જંગર તા.કુકાવાવ જિ.અમરેલી ખાતે તા.૩૧-૦૮-૨૦૨૧ ના રોજ નવ વર્ષ પૂર્ણ કરી દસમા વર્ષ મા દર શનિવારે રાત્રે 08 થી 09 ના સમયે ચાલતી અખંડ રામધૂન અને છેલ્લા દસ મહિનાથી ચાલી રહેલા બટુક ભોજન માં આગામી તા.૧૧-૧૨-૨૦૨૧ ને શનિવારના રોજ સાંજે પાંચ વાગ્યે હનુમાનજી મહારાજ ને વ્હાલા બાળકો માટે અને પ્રસાદ માટે ના ખર્ચની રકમ ચાંદની બેન હિરેનકુમાર નિમાવત જામનગર તરફથી દાદા ની કૃપા થી જ ધરવામાં આવશે.અને આગામી તા.૨૫-૧૨-૨૦૨૧ને શનિવારના રોજ શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ જંગર ની કૃપા થી દાદા ના મંદિર ઉપર બાવન ગજની ધજા આરોહણ , સામૈયા, પૂજન, અર્ચન, દર્શન, આરતી, થાળ , રામધૂન શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ ના કૃપાપાત્ર શ્રી કાનજીભાઈ છગનભાઈ વસાણી ( જંગરવાળા ) તરફ થી રાખવામાં આવેલ છે.તો ભાવિકો એ લાભ લેવા આમંત્રણ પાઠવેલ છે. જેમાં રસિકભાઈ નિમાવત દ્વારા એક અખબારી યાદી મા જણાવેલ હતું.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


