Gujarat

કુડાસણના પાર્લરમાંથી ૧.૫૦ લાખની ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી ગાંધીનગર

ગાંધીનગર
ગાંધીનગરમાં કાનમ ૨ ખાતે રહેતાં અને મોદી વાઇફાઇ કિટલી અને પાર્લર ચલાવતાં રમણલાલ પટેલ શનિવારે પોતાના ઘરેથી એક બેગમાં રૂ. ૧.૫૦ લાખ રૂપિયા રોકડ સહિત ડોક્યુમેન્ટ સાથેની બેગ લઇને આવ્યા હતા અને પાર્લર ઉપર આવતા તેમને રોકડ ભરેલી બેગ આગળ રાખવામા આવેલા ખાટલામા મૂકી હતી. જેમા વાહનની આરસી બુક સહિત બેંકની પાસબુક, ચેકબુક પણ રાખ્યા હતા.કુડાસણનો પાર્થ ઉર્ફે કાનજી કિરીટભાઈ પટેલ અને સેકટર – ૨૬ નાં ધવલ મહેશભાઈ પટેલ સાથે મળીને ગુનાને અંજામ આપ્યો હતો અને બન્ને ઈસમો દુબઈ ભાગી ગયા હોવાની કબૂલાત કરી હતી. તેમજ રૂ. ૧.૫૦ લાખ અંદરો અંદર ચારેય જણાએ ભાગ પાડી લીધા હતા. જેનાં પગલે એલસીબીએ ૨૫ હજાર રોકડા, ૫ હજારનો મોબાઈલ ફોન તેમજ ૨. ૫૦ લાખની કાર જપ્ત કરી બન્નેની ઉક્ત ગુનામાં ધરપકડ કરી લીધી હતી.ગાંધીનગરના કુડાસણમાં આવેલી મોદી વાઇફાઇ કિટલી અને પાર્લર ઉપરથી વેપારીની નજર ચૂકવી રૂ. ૧.૫૦ લાખ ભરેલી બેગ ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઉકેલી દેવામાં આવ્યો છે. આ ગુનાને અંજામ આપનાર ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓ દુબઈ ભાગી ગયા હોવાનું પણ એલસીબીની તપાસમાં બહાર આવ્યું છે. તેઓ સવારનો સમય હોવાથી વેપારી દીવાબત્તી કરી રહ્યા હતા, તે સમયે બે ઈસમો પાર્લર ઉપર આવ્યા હતા અને એક વ્યક્તિ ખરીદી કરવા આવ્યો હતો અને તેમની નજર ચૂકવી બીજાે ઈસમ ખાટલામા મુકેલી બેગ લઇને ફરાર થઇ ગયો હતો. રમણલાલે તેઓનો પીછો પણ કર્યો હતો. પરંતુ તેઓ બન્ને દૂર ઉભી રાખેલી એક સફેદ કલરની કારમાં નાસી ગયા હતા. આ અંગે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે અત્રેના વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું. ત્યારે મળેલી બાતમીના આધારે ગગન ભૂપતભાઈ વીરજા (શિવાલય બ્લેસિંગ સરગાસણ) અને મીત મહેશભાઈ સાધુ (સેકટર-૨૬ કિસાન નગર)ને સરગાસણ બ્રિજ પાસેથી કાર સાથે ઝડપી લેવાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *