અમદાવાદ
કૃષ્ણનગરમાં આવેલા શ્રીરામનગરમાં રહેતા જ્યોતિબેનના પતિ પાલડી ખાતે આવેલી પોસ્ટ-ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરે છે. સવારે સાડા નવ વાગ્યાની આસપાસ તેમના પતિ ઘરેથી નોકરી જવા માટે નીકળ્યા હતા. લિફ્ટમાં ફ્લેટના ઉપરના માળે રહેતા ઉર્વશીબેન ચાંદેના હતા અને લિફ્ટમાં જતા તે દરમિયાન આ ઉર્વશીબેન ચાંદેના અગાઉના ઝઘડાની અદાવત રાખી જેમ તેમ બીભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. જ્યારે રમેશભાઈ બાઈક પાસે જતા હતા, ત્યારે ઉર્વશીબેન કહ્યું કે- તમે બોલવામાં ભાન રાખો જેથી મારા પતિએ તેઓને કહ્યું કે મારી પાસે સમય નથી. તેમ કહી તેઓનું બાઈક લઇ તેમની નોકરી જવા નીકળી ગયા હતા સાંજે તેમના પાડોશી અર્ચનાબેન પટેલે આવી કહ્યું હતું કે- તમારા પતિ સાથે કેટલીક મહિલાઓ ઝઘડો કરે છે. જેથી નીચે જઈ જાેતા ઉર્વશીબેન તથા તેમની માતા તથા તેમની સાસુ જ્યોતિબેનના પતિને છુટા હાથથી મારામારી કરતા હતા. મારા પતિને કેમ મારો છો? તેમ કહેતા ઉર્વશીબેનના સાસુએ મારા વાળ પકડીને ખેંચેલા અને ઉર્વશીબેને મને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતાં. ઉર્વશીબેનના પતિ રવિભાઈને કહ્યું કે, દર વખતે કેમ મહિલાઓને ઝઘડવા આગળ મોકલી દો છો? તેમ કહેતા રવિભાઈએ તેમની પાસે પડેલી સાયકલ ઉપાડી મને મારવા ઉગામતા મારા પતિએ તેમને ધક્કો મારી દૂર કર્યા હતા. આસપાસના લોકો ભેગા થઈ ગયાં હતાં. ઝઘડો શાંત થતાં જયોતિબેન અને તેમના પતિના ગળામાં પહેરેલી સોનાની ચેઈન મળી નહી. જેથી અમોએ શોધતા પાડોશીને મારી સોનાની ચેઈન મળી હતી. જેથી તેઓએ પરત આપેલી અને મારા પતિની સોનાની ચેઈન આશરે દોઢેક તોલાની ખોવાઇ ગઈ હતીઅમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે ઝઘડાની ઘટના બની હતી. મહિલાએ પાડોશી યુવક સાથે બોલાચાલી કરી છુટા હાથની મારામારી પણ કરી હતી. આ મામલે યુવકની પત્ની એવી પોસ્ટ માસ્ટરે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
