Gujarat

કેનેડામાં રહેતા પતિએ પત્નીને સામાન સાથે કેનેડાના ઘરમાંથી કાઢી મુકી

અમદાવાદ
વિદેશમાં પતિએ ઘરમાંથી કાઢી મૂકતા રોડ પર આવી ગયેલી પત્ની એક અઠવાડિયું મિત્રના ઘરે રોકાઈ હતી. દરમિયાન બીજી વાર મનને વિશ્વાસઘાત કરતા સુમિત્રા પીઆર અંગેના ડોક્યુમેન્ટ મનનને આપીને ઈન્ડિયા આવી ગઈ હતી અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી લફરાબાજ પતિએ પત્નીને કેનેડાના ઘરમાંથી કાઢી મુકતા પરિણીતાએ ઈન્ડિયા આવીને અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ હેન્ડમેડ ગિફ્ટ બનાવવાનું કામ કરીત યુવતીના સંપર્કમાં આવેલા યુવકે તેની સાથે લવમેરેજ કર્યા બાદ બીજા જ દિવસથી લગ્ન બળજબરથી કર્યા હોવાનું કહીને માતા-પિતા સાથે મળીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પોલીસ ફરિયાદ મુજબ ૨૬ વર્ષીય યુવતી ચાર મહિનાથી સેટેલાઈટમાં પરિવારમાં સાથે રહે છે. સુમિત્રા (નામ બદલ્યું છે)નો પરિવાર ભરૂચમાં રહેતો હતો અને ત્યાં જ હેન્ડમેડ ગિફ્‌ બનાવીને ઓનલાઈન સેલ કરતી હતી. દરમિયાન ૨૦૧૭માં ભરૂચમાં જ રહેતા મનન નામના શખ્સે તેને ગિફ્ટ આપવાનો ઓર્ડર આપતા બંને સંપર્કમાં આવ્યા હતા અને બને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા મેરેજ પ્રપોઝલ મૂક્યો હતો, જે યુવતીએ સ્વીકારી લીધો. જાે કે, બાદમાં મનન ભણવા માટે કેનેડા જતો રહ્યો અને ૨૦૧૮માં પરત ઈન્ડિયા આવતાં બનેની સગાઈ થઈ હતી. ત્યારબાદ મનન ફરીથી કેનેડા જતો રહ્યો હતો અને બાદમાં સુમિત્રાને પણ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા બોલાવી હતી. જાે કે, તેનો ખર્ચ યુવતીના પિતાઓ ઉઠાવ્યો હતો. ૨૦૧૯માં બંનેએ ઈન્ડિયા આવીને બંને પરિવારોની હાજરીમાં લગ્ન કર્યા હતા. જાે કે, લગ્નના બીજા જ દિવસે મનને તેને બળજબરીથી લગ્ન કર્યાનું કહેતા જ સુમિત્રા ડઘાઈ ગઈ હતી અને ત્યારે જ પત્નીને બીજે ક્યાંક લફરૂં ચાલતું હોવાની જાણ થઈ હતી. આ ઘટનાના થોડા દિવસ પછી મનન ફરીથી કેનેડા જતો રહ્યો હતો. પતિની સમગ્ર હકીકત સામે આવી જતાં પત્ની પણ પાછળ-પાછળ કેનેડા પહોંચી ગઈ હતી. જાે કે, મનને તેના સાથે રાખવાની જગ્યાએ કોલેજની નજીક ઘર ભાડે લઈને એકલા રહેવા તેમજ પોતે કોઈ ખર્ચ નહીં આપે તેમ કરીને અલગ રહેવા મોકલી દીધી હતી. દરમિયાન મનન ઘરે આવ્યો હતો અને સુમિત્રાના લેપટોપથી મોસમી નામની યુવતી સાથે ચેટિંગ કર્યું હતું. સુમિત્રાને આ વાતની જાણ થતાં તેણીએ મનન સાથે ઝઘડો કર્યો અને આ દરમિયાન તેણીએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. જેથી આસપાસના લોકોએ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. આપઘાતનો પ્રયાસ કરતા મનન ડરી ગયો અને હોસ્પિટલ પહોંચીને પત્નીની માફી માંગીને ફરીથી આવું નહીં થાય કહીને પોલીસ ફરિયાદ ન કરવા માટે જણાવ્યું હતું અને પત્નીને પોતાની સાથે રહેવા લઈ ગયો હતો. દરમિયાન ગર્લફ્રેન્ડ મોસમીએ સુમિત્રાને મેલ કરીને જણાવ્યું કે, મનન જૂઠ્ઠો છે, એણે તને એમ કીધું હશે કે એ મારી પાછળ પડી હતી, પરંતુ ખરેખર એ મારી પાછળ પડ્યો હતો. મેલ અંગે સુમિત્રાએ મનન પાસે ખુલાસો માંગતો તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલી લગ્ન તોડવાની કહીને પત્નીને રાતોતારત સામાન સાથે ઘરમાંથી તગેડી મૂકી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *