Gujarat

કેન્સર સ્મોકિંગથી જ થાય તેવું નથી વીમાની રકમ ચૂકવવા ગ્રાહક સુરક્ષા કોર્ટે આદેશ

અમદાવાદ
ગ્રાહક સુરક્ષા કોર્ટને કંપનીની દલીલ ગળે ઉતરી નહીં અને તેણે આવા કેસમાં હાયર ફોરમના આદેશને ઇંગિત કરીને કહ્યું કે જ્યારે કોઈ ઠોસ પુરાવો સાથે જાેડવા માટે ન હોય ત્યારે ડિસ્ચાર્જ સમરી કોઈ પ્રાઈમરી અથવા ર્નિણયાત્મક પુરાવો નથી કહેવાતો. આ કેસમાં એવો કોઈ પુરાવો નથી જે સાબિત કરે કે મૃતકને કેન્સર તેમની સ્મોકિંગ હેબિટના કારણે થયું હતું. ત્યારે વીમા કંપનીએ કહ્યું હતું કે અમારા ડોક્ટર્સનું મેડિકલ સૂચન છે કે જે લોકોને દિવસ દરમિયાન ૨૬ વાર સિગરેટ પીવા જાેઈએ છે તેમનામાં કેન્સરનું જાેખમ વધુ રહે છે. જાેકે કમિશને આ બાબતે કહ્યું કે ફક્ત એક ઓપિનિયન કે સૂચનના આધારે એવું ન માની શકાય કે દર્દીને કેન્સર તેની સ્મોકિંગ હેબિટના કારણે થયું છે. બાકી એવા કેટલાય કિસ્સા સામે છે જેમાં એવા વ્યક્તિને પણ ફેફસાનું કેન્સર થયું છે જેમણે જીવનમાં ક્યારેય સ્મોકિંગ કર્યું જ નથી. જેથી કંપનીએ ખોટી રીતે વીમાના ક્લેમને રીજેક્ટ કર્યો છે. આ સાથે ફોરમે આદેશ આપ્યો કે વીમા કંપની ક્લેમ મુજબની રકમ ચૂકવે આ સાથે ગ્રાહકને માનસિક પ્રતાડના તેમજ ન્યાયિક ખર્ચા માટે વળતર સ્વરુપે રુ. ૫૦૦૦ વધારાને વીમા કંપનીને ચૂકવવા માટે પણ કહેવામાં આવ્યું છે.ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા વીમા કંપનીને તેના એક ગ્રાહકને કેન્સરની સારવાર પેટે થયેલા ખર્ચા માટે કરવામાં આવેલા ક્લેમની રકમ ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જે દાવાને વીમા કંપનીએ એમ કહીને નકારી કાઢ્યો હતો કે વીમો લેનાર વ્યક્તિ ચેઇન સ્મોકર હતો અને તેના કારણે તેને કેન્સર થયું છે જેથી વીમાની રકમ મળી શકે નહીં. જેના કેસની સુનાવણીમાં ગ્રાહક કોર્ટે કહ્યું કે એવું ક્યાંય સાબિત નથી થયું કે ગ્રાહકને તેની સ્મોકિંગની ટેવથી જ કેન્સર થયું છે. અમદાવાદના થલતેજના રહેવાસી આલોક કુમાર બેનર્જીએ જુલાઈ ૨૦૧૪માં વેદાન્તા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં ફેફસાના કેન્સરનો ઈલાજ કરાવ્યો હતો. જેના પેટે તેમને હોસ્પિટલ તરફથી રુ. ૯૩,૨૯૭ રુપિયાનું બિલ મળ્યું હતું. જાેકે તેમણે વીમો લીધો હતો જેથી તેમણે આ ખર્ચના રિએમ્બર્સમેન્ટ માટે અરજી કરી વીમાની રકમ મેળવવા માટે દાવો કર્યો હતો. પરંતુ વીમા કંપનીએ આ દાવો નકારી કાઢ્યો હતો. જાેકે જે બાદ થોડા સમયમાં આલોક બેનર્જી તો મૃત્યુ પામ્યા હતા પરંતુ તેમના વિધવા પત્ની સ્મિતા બેનર્જીએ ૨૦૧૬માં ગ્રાહક તકરાર નિવારણ કમિશન, અમદાવાદમાં વીમા કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે બાદ કંપનીએ પોતાના બચાવમાં જવાબ આપતાં કહ્યું કે બેનર્જીને તેની બિમારી માટે જુદી જુદી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જેનો સીધો સંબંધ તેમની સ્મોકિંગની ટેવ સાથે પણ હતો અને તે જ વસ્તુ તેમના કેસ પેપરમાં પણ દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *