Gujarat

કેશોદમાં જન્મેલ બાળકના ધબકારા બંધ હતા તેને ભારે જહેમત બાદ બચાવ્યો

જુનાગઢ
જૂનાગઢના કેશોદ તાલુકાના પંચાલા ગામની સગર્ભાની ૧૦૮ની ટીમે એમ્બ્યુલન્સમાં સફળ ડિલેવરી કરાવી હતી. આ અંગે ૧૦૮ના જૂનાગઢ જિલ્લા અધિકારી વિશ્રૃત જાેશીએ જણાવ્યું હતું કે, કેશોદ તાલુકાના પંચાલા ગામની સગર્ભાને પ્રસુતિની પિડા ઉપડી હતી. બાદમાં જાણ કરાતા ૧૦૮ એમ્બ્યુલન્સના માણાવદરના ઇએમટી મહેશ પરમાર, પાઇલોટ પંકજ મારડીયા તુરત પહોંચી ગયા હતા અને સગર્ભાને લઇ હોસ્પિટલે જવા રવાના થયા હતા. જાેકે, સગર્ભાને રસ્તામાં જ પિડા વધી જતા એમ્બ્યુલન્સને રોકી દેવાઇ હતી. બાદમાં ઇએમટી મહેશ પરમારે એમ્બ્યુલન્સની અંદર જ સફળ ડિલેવરી કરાવી હતી. જાેકે, જન્મ બાદ બાળક રોતું ન હતું, કોઇપણ જાતની હલન ચલન કરતું ન હતું,શ્વાસોશ્વાસ અને હ્રદયના ધબકારા પણ બંધ હતા! ત્યારે ઇએમટી મહેશ પરમાર અને પાઇલોટ પંકજ મારડીયાએ બાળકની સંસ્થાના નિયમ મુજબની સમયસરની સારવાર હાથ ધરી હતી. જેના પગલે નવજાતને નવજીવન મળ્યું હતું અને મહિલાના પરિવારજનોમાં આનંદ છવાઇ ગયો હતો.હાલ માતા અને બાળક બન્ને સુરક્ષતિ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *