નવી દિલ્હી
કેપ્ટને ચંડીગઢ પહોંચતા કહ્યું હતું કે સિદ્ધુ પંજાબ માટે યોગ્ય નથી. બીજી તરફ જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં અનેક વિવાદોને લઇને ચર્ચા થઇ હતી અને તેમાં સિદ્ધુ અને ચન્ની કેટલાક મુદ્દે સહમત પણ થયા હતા. બીજી તરફ પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે કહ્યું કે કેપ્ટન અમરિંદરસિંહને કોંગ્રેસે ઘણુ આપ્યું છે. જાેકે કોઇ ખીચડી પહેલાથી જ પકાવાઇ રહી હતી. કુછ તો મજબૂરીયા રહી હોંગી, યૂ હી કોઇ બેવફા નહીં હોતા.પંજાબમાં ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસમાં રાજકારણ હજુ પણ ગરમાયેલુ છે. નવજાેતસિંહ સિદ્ધુ અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ નારાજ છે અને બન્ને પક્ષ છોડવા માગે છે. એવામાં અમરિંદરસિંહે કહ્યું હતું કે હું કોંગ્રેસને છોડવા જઇ રહ્યો છું પણ ભાજપમાં નથી જાેડાવાનો. બીજી તરફ સિદ્ધુને પણ મનાવવા માટે હવે એક કમિટીની રચના કોંગ્રેસે કરી ચર્ચા કરી હતી. જ્યારે કેપ્ટન અમરિંદરસિંહ કોંગ્રેસ છોડવા જઇ રહ્યા છે. નવજાેતસિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત ચન્ની વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે. સિદ્ધુ ચન્નીના ર્નિણયોથી નારાજ છે અને પક્ષ છોડવાની તૈયારીમાં છે. એવામાં કોંગ્રેસે એક કમિટીની રચના કરી છે જેમાં વાતચીતથી જે પણ વિવાદો છે તેને દુર કરવાનો પ્રયાસ કરાશે. સિદ્ધુ અને કેપ્ટન બન્ને વચ્ચે મુખ્યમંત્રીની ખુરશી માટે વિવાદો ચાલી રહ્યા હતા પણ કોંગ્રેસે ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવી બન્ને નેતાઓનું એક રીતે પત્તુ કાપી નાખ્યું હતું તેથી તેઓ નારાજ છે. નોંધનીય છે કે આ સિૃથતિ વચ્ચે કેપ્ટન અમરિંદરસિંહ દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલને મળ્યા હતા અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચર્ચા કરી હતી. જાેકે તેમની આ મુલાકાત બાદ એવી અટકળો ચાલી હતી કે તેઓ કોંગ્રેસ છોડવાની તૈયારીમાં છે અને ભાજપમાં જાેડાઇ શકે છે. આ અટકળોને લઇને સ્પષ્ટતા કરતા અમરિંદરસિંહે કહ્યું હતું કે હું કોંગ્રેસ જરૂર છોડી દઇશ પણ ભાજપમાં જાેડાવવાની મારી કોઇ જ ઇચ્છા નથી. સિદ્ધુના પાક. કનેક્શન અંગે સવાલો ઉઠાવનારા અમરિંદરસિંહ અચાનક અજીત દોભાલને મળ્યા હતા. જેથી અનેક અટકળોએ જાેર પકડયું હતું. અગાઉ તેઓ ભાજપના વરીષ્ઠ નેતા અમિત શાહને પણ મળ્યા હતા.