Gujarat

કોટડાસાંગાણી ના વેરાવળ-શાપર ની પ્રાથમિક શાળાઓ મા 1 થી 5 ના છાત્રોને કંકુ તિલક કરી શાળા મા અપાયો આવકાર.

વેરાવળ(શાપર) ખાતે આવેલ શ્રી નવી કન્યા તાલુકા શાળા તેમજ શાંતિધામ પ્રાથમિક શાળાઓ સહીત શહેર ની દરેક પ્રાથમિક શાળા મા તા.23/11/21 ને મંગળવાર ના રોજ થી સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ ધોરણ 1 થી 5 ના બાળકો નું શાળા મા પ્રત્યક્ષ શિક્ષણ શરૂ શરૂ કરાવવા મા આવ્યું છે.જેમાં આ પ્રસંગે શાળા મા આવનાર બાળકો ને કુમ કુમ કંકુ તિલક કરી તેમજ થર્મલ ગન થી બાળકો નું ટેમ્પપ્રેચર માપી અને સૅનેટાઇઝર સહીત ની કામગીરી કરી શાળા ના શિક્ષકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.જેમાં બાળકો ના મુખ જોતા શાળા મા ઉત્સાહ જોવા  મળતો હતો.20 મહિના થી સ્કૂલો બંધ હોવાથી બાળકો પણ થોડા એકળાયા જોવા મળતા હતા.સરકાર દ્વારા શાળા મા SOP નું ચુસ્તપણે પાલન કરવાની જવાબદારી સોંપી છે.ત્યારે શાળા દ્વારા કંકુ ચોખા અને તિલક કરી આવકાર અપાયો છે.દરેક શાળાઓ મા વાલી ઓ દ્વારા સંપત્તિપત્રો ભરાવી શાળા મા જમા કર્યા હતા.કોરોના વેકેશન મા પણ શેરી શિક્ષણ શિક્ષકો દ્વારા બાળકો ને ભણાવવા મા આવતા હતા.જેમાં 20 માસ બાદ શાળાઓ શરૂ થતા 1 થી 8 ના બાળકો તેમજ શિક્ષકો મા પણ આનંદ જોવા મળતો હતો. બંધ શાળાઓ શરૂ થતા ફરી બાળકો કિલ્લોલ મા અને આનંદ મા રમતા જોવા મળી રહ્યા છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1637836206016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *