સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક ઘટાડોઃ સીપીઓ, રબર અને મેન્થા તેલ સીમિત રેન્જમાં ઘટ્યાઃ કોટનમાં ગાંસડીદીઠ રૂ.300 તૂટ્યાઃ કપાસ સુધર્યુઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 64 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 130 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,02,659 સોદાઓમાં કુલ રૂ.9,061.61 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 64 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 130 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 40,418 સોદાઓમાં કુલ રૂ.2,631.22 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,835ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,885 અને નીચામાં રૂ.47,741 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.144 ઘટી રૂ.47,759ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.44 ઘટી રૂ.38,456 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 ઘટી રૂ.4,771ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,600 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,779 અને નીચામાં રૂ.64,353 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.394 ઘટી રૂ.64,397 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.332 ઘટી રૂ.64,624 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.334 ઘટી રૂ.64,613 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 11,377 સોદાઓમાં રૂ.2,136.12 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.85 ઘટી રૂ.218.25 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.40 ઘટી રૂ.282ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.20 ઘટી રૂ.742.85 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.13.4 ઘટી રૂ.1,508.50 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 25,766 સોદાઓમાં કુલ રૂ.2,040.32 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,297ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,317 અને નીચામાં રૂ.6,241 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.35 ઘટી રૂ.6,258 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.40 વધી રૂ.400 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,257 સોદાઓમાં રૂ.244.49 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,860ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1860 અને નીચામાં રૂ.1828 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.50 વધી રૂ.1,842.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,820ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,850 અને નીચામાં રૂ.17,700 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.35 ઘટી રૂ.17,801ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,125ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1129.80 અને નીચામાં રૂ.1120.20 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.40 ઘટી રૂ.1126.50 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.70 ઘટી રૂ.936.50 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.300 ઘટી રૂ.33,490 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 7,317 સોદાઓમાં રૂ.1,371.41 કરોડનાં 2,867.629 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 33,101 સોદાઓમાં કુલ રૂ.1,259.81 કરોડનાં 194.707 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.309.20 કરોડનાં 14,170 ટન, જસતના વાયદાઓમાં રૂ.164.90 કરોડનાં 5,840 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.966.84 કરોડનાં 13,055 ટન, નિકલના વાયદાઓમાં રૂ.610.28 કરોડનાં 4,063.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.84.90 કરોડનાં 4,535 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,857 સોદાઓમાં રૂ.948.21 કરોડનાં 15,08,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 14,909 સોદાઓમાં રૂ.1,092.11 કરોડનાં 2,74,61,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 4 સોદાઓમાં રૂ.0.22 કરોડનાં 24 ટન અને કોટનના વાયદાઓમાં 1,616 સોદાઓમાં રૂ.160.32 કરોડનાં 47775 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 81 સોદાઓમાં રૂ.3.71 કરોડનાં 39.6 ટન, રબરના વાયદાઓમાં 28 સોદાઓમાં રૂ.0.52 કરોડનાં 29 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 528 સોદાઓમાં રૂ.79.72 કરોડનાં 7,110 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,124.508 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 638.746 ટન, એલ્યુમિનિયમમાં 13,805 ટન, જસત વાયદામાં 6,810 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,407.500 ટન, નિકલ વાયદામાં 2,574 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,390 ટન, ક્રૂડ તેલમાં 6,95,000 બેરલ અને નેચરલ ગેસમાં 83,56,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 140 ટન, કોટનમાં 134350 ગાંસડી, મેન્થા તેલમાં 376.56 ટન, રબરમાં 62 ટન, સીપીઓમાં 68,740 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,242 સોદાઓમાં રૂ.103.48 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 434 સોદાઓમાં રૂ.32.74 કરોડનાં 456 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 654 સોદાઓમાં રૂ.58.27 કરોડનાં 691 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,754 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,171 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,395ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,395 અને નીચામાં 14,331ના સ્તરને સ્પર્શી, 64 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 45 પોઈન્ટ ઘટી 14,337ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 16,921ના સ્તરે ખૂલી, 130 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 133 પોઈન્ટ ઘટી 16,900ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 21,599 સોદાઓમાં રૂ.1,905.98 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.118.08 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.28.97 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,758.14 કરોડનાં કામકાજ થયાં હતાં.
