કોડીનાર તાલુકાના માલશ્રમ ગામે આજે વ્હેલી સવારે સાત સાડા સાત વાગ્યા ની આસપાસ બાવાજી પરીવાર ના યુવાને નજીવી બાબતે તેના જ પિતરાઈ ભાઈ ને કુહાડી ના ઘા મારી હત્યા નિપજાવી પોતાના હાથે અજુગતું થઈ ગયું હોવાનું ભાન આવતા લાગી આવતા આરોપીએ કૂવા માં ઝંપલાવી આપઘાત કરતા તેનું પણ ડૂબી જવા થી મૃત્યુ થતાં ખેતર ના શેઢા ઉપર પાઇપ મુકવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી ની ઘટના એ બાવાજી પરીવાર ના બે બે યુવાનો નો ભોગ લેતા નાનકડા એવા માલશ્રમ ગામ માં સોપો પડી ગયો છે.
આ બનાવ અંગે સવિતાબેન નરવાણગીરી ગૌસ્વામી એ પોલીસ ફરીયાદ માં જણાવ્યા મુજબ તેઓ ની ભૂતડાબાપા ના સિમ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ વાડી એ આજ થી ત્રણ મહિના પહેલા તેમનો પુત્ર હરેશગીરી નરવાણગીરી ગૌસ્વામી વાડી ના શેઢા માં પાણી ની પાઇપ લાઇન ગોઠવતાં હતા ત્યારે તેમના શેઢા પાડોશી મહેશગીરી મોહનગીરી ગૌસ્વામી સાથે બોલાચાલી થઇ હતી જેનું મનદુઃખ રાખી આજે વહેલી સવારે સવિતાબેન નો પુત્ર હરેશગીરી નરવાણગીરી ગૌસ્વામી ઉ.વ.૩૫ મોટરસાઇકલ લઈ દૂધ દેવા જતો હતો ત્યારે તેમના શેઢા પાડોશી મહેશગીરી મોહનગીરી ગૌસ્વામી એ તેમના પુત્ર હરેશગીરી ને ગળા અને માથા ના ભાગે કુહાડી ના ઘા ઝીકી હત્યા કરી દીધી હોવાનું પોલીસ ફરીયાદ માં જણાવ્યું હતું.જ્યારે આરોપી મહેશગીરી એ હરેશગીરી ની હત્યા કર્યા બાદ પસ્તાવો થતા કે અન્ય કોઈ કારણોસર બાજુ ના કૂવા માં ઝંપલાવી આપઘાત કરી લેતા કોડીનાર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આરોપી મહેશગીરી ની લાશ કૂવા માંથી બહાર કાઢી આ સમગ્ર ઘટના માં સધન તપાસ હાથ ધરી છે.કોડીનાર ના નાના એવા માલશ્રમ ગામે પાઇપલાઇન જેવી નજીવી ઘટના એ બે બે બાવાજી યુવાનો નો ભોગ લેતા આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.


