કોડીનાર
ઇસ્લામ ધર્મ ના મહાન પયગમ્બર વિષે અપમાનજનક શબ્દો ઉચ્ચારનાર શૈતાન વસીમ રીઝવી વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવા ઓલ ઇન્ડીયા શિયા પર્સનલ લો બોર્ડ ની કોડીનાર યુનિટ દ્વારા કોડીનાર પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવામાં આવી હતી.આ અંગે ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ બોર્ડ ગુજરાત યુનિટ ના સેક્ર્ટરી મહમદહુસેન અબરારહુસેન નકવી એ કોડીનાર પોલીસ સ્ટેશનમાં કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ વસીમ રિઝવી લખનૌ વાળા એ તેના ઇન્ટરવ્યૂમાં ઇસ્લામ ધર્મ ના મહાન પયગમ્બર સાહેબ ના જીવન ચરિત્ર બાબતે ખૂબ જ અપમાનજનક શબ્દો ઉચ્ચારી પયગંબર સાહેબ ની શાન માં ગુસ્તાખી કરી ઇસ્લામ ધર્મ નું અપમાન કરી મુસ્લિમો ની લાગણી ને ઠેસ પોહચાડી ગંભીર ગુનો કરેલ હોય અને આ શૈતાન વસીમ રિઝવી દ્વારા અગાઉ પણ કુરાન શરીફ માંથી ૨૬ આયતો દૂર કરવા સુપ્રીમ કોર્ટ માં અરજી દાખલ કરવામાં આવેલ જે અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ હતી,આ શૈતાન વસીમ રિઝવી દ્વારા અવારનવાર પયગંબર સાહેબ અને ઇસ્લામ ધર્મ ના પવિત્ર ધાર્મિક કિતાબ કુરાન શરીફ વિષે અપમાનજનક ટીપ્પણી ઓ કરી ધાર્મિક લાગણી દુભાવતો હોય આ શૈતાન વસીમ રિઝવી સામે ધોરણસર ની ફરીયાદ દાખલ કરી તાત્કાલીક ધરપકડ કરી જેલ હવાલે કરવા માંગ કરી હતી.
આ તકે ઓલ ઇન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડ ના સેક્ર્ટરી મહમદ હુસેન ઉર્ફે અબા સેક્ર્ટરી સાથે એડવોકેટ અલી નકી એમ.નકવી,અબાજાન નકવી પત્રકાર,સીરાજભાઈ નકવી,મેહદી હસન નકવી ઉર્ફ એ (મેહદી બાપુ),મુસ્લિમ સમાજ ના અગ્રણી યુસુફઅલી બેહરૂની,બશિરભાઈ શેખ પટેલ, એહમદ ભાઈ બેલીમ વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.
રિપોર્ટર અબ્બાસ તકી નકવી

