Gujarat

કોરોનાથી બચવા ‘લાલ કીડીની ચટણી’ ખાવઃ છત્તીસગઢના મંત્રીનો અજીબ નુસ્ખો

છત્તીસગઢની કોંગ્રેસ સરકારના મંત્રી કવાસી લખમાએ કોરોનાથી બચવા માટે ‘લાલ કીડીની ચટણી’ (Red ant sauce)  ખાવાનો નુસ્ખો સુચવ્યો છે. વાત વિચિત્ર છતાં સત્ય છે કે,  બસ્તર સહિત દેશમાં પણ કેટલીક જગ્યાએ લાલ કીડીની ચટણી (ચાપડા) ખવાય છે.

કોરોના મહામારીને પગલે સમગ્ર વિશ્વના વિજ્ઞાનીઓ રસી શોધવામાં લાગ્યા છે. ત્યારે દેશમાં છત્તીસગઢમાં ભૂપેશ બઘેલના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારના મંત્રી કવાસી લખમાએ વિચિત્ર સુચન કર્યું છે. કવાસી લખમા તેમના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

આ વખતે લખમાએ લોકોને કોરોનાથી બચવાનો ઉપાય જણાવ્યો છે. તેમણે કહ્યું કે

  • “જ્યાં અમેરિકા જેવો દેશ પણ કોરોનાથી બચી શક્યો નથી. રાજધાની દિલ્હી અને રાયપુરમાં પણ મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. પરંતુ અહીં જ બસ્તરના લોકોનું કોરોના કંઇ જ બગાડી શક્યું નહીં, કારણ કે કીડીની ચટણી (Red ant sauce)ખાવાથી કોઇને કોરોનાનો ચેપ લાગ્યો નથી.

જગદલપુરમાં આયોજિત એક આરોગ્ય શિબિરમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા મંત્રી કવાસી લખમાએ કહ્યું કે

  • રાજ્યનું બસ્તર ઝોન કોરોના વાઇરસથી સુરક્ષિત રહ્યું છે. બસ્તરના ગ્રામીણ વિસ્તારમાં બહુ ઓછા લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. કારણ કે અહીંના લોકો કીડીની ચટણી (Red ant sauce)ખાય છે.”

નોંધનીય છે કે છત્તીસગઢના આદિવાસી વિસ્તાર બસ્તરમાં લાલ કીડીની ચટણીને ‘ચાપડા’ કહેવામાં આવે છે. બસ્તરની આદિવાસી સંસ્કૃતિમાં ચાપડા (Red ant sauce) લોકપ્રિય ભોજનમાંથી એક છે.

ચીન સહિત ઘણી જગ્યાએ પણ કીડી, કેકડા. સાપનો ભોજનમાં ઉપયોગ થાય છે. ભારતમાં બસ્તર ઉપરાંત ઓડિશા અને ઝારખંડના ગાઢ જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી પણ ચાપડા બહુ શોખથી ખાય છ.

આદિવાસી સમુદાયના લોકોમાં એવી માન્યતા છે કે લાલ કીડીની ચટણી(Red ant sauce)ચાપડા આરોગ્ય માટે લાભદાયક છે. કીડીઓમાં ભારે માત્રામાં પ્રોટીનની સાથે કેલ્સિયમ હોય છે.

ચાપડા (Lal Kidini Chatni)ના સેવનથી મલેરિયા અને પોલિયો જેવી બીમારીથી બચી શકાય છે. એટલું જ નહીં તેનાથી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) મજબૂત થાય છે. જે બીમારીઓ સામે લડવા મદદરુપ છે.

ઘણા આદિવાસી વિસ્તારોમાં ચાપડા સદીઓથી ભોજન તરીકે ઉપયોગમાં લેવાય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ કોઇ આદિવાસીને સાધારણ તાવ આવે તો તે કોઇ ઝાડની નીચે જઇ લાલ કીડીનો દંશ લે છે.

લાલ કીડીના કરડવાથી તાવની અસર ઓછી થાય છે. જોકે ડોક્ટરો તેને 100 ટકા સત્ય માનતા નથી. અલબત્ત આ કીડીમાં ફોર્મિક એસિડ હોવાથી તેનામાં મેડિસનના ગુણ જરૂર હોય છે

બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને ચીન જેવા દેશોમાં શોધ પછી જણાયું છે કે લાલ કીડીઓને પ્રાકૃતિક જૈવિક કીટનાશક (બાયોપેસ્ટિસાઇડ) તરીકે ઉપયોગમાં લાવી શકાય. ઘણી જગ્યાએ ફળોના બાગીચામાં આ કીડીઓને છોડવામાં આવે છે. તેના ડરથી ફળોને નુકસાન પહોંચાડતા કિટાણુ ફળથી દૂર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *