Gujarat

કોરોનાથી મૃતક થયેલા વ્યાક્તિના પરીવારોને સોમવારથી ઉના મામલતદાર કચેરીથી ફોર્મ વિતરણ કરાશે..

ઊના – કોરોનાથી મોત થવા પર પરીવારજનોને રૂ.૫૦ હજારનું વળતર આપવા સુપ્રિમકોર્ટે કેન્દ્ર સરકારની યોજના પર મોર લગાવી દીધી છે. કોર્ટે ગાઇડ લાઇન બહાર પાડી કહ્યુ હતુ કે આ વળતર રાજ્ય સરકારે સહાય આપવાની અન્ય યોજનાથી અલગ હશે આ વળતર ભવિષ્યમાં થનાર કોરોનાથી મોત ઉપર લાગી તેની ચુકવણી રાજ્યના આપત રાહત કોર્સમાંથી કરાશે. લાભાર્થીનું પુરેપુરૂ વિવરણ પ્રકાસીત કરવામાં અને વળતર અરજી જમા કરવા મૃત્યના કારણોને કોવીડ૧૯ ના સ્વરૂપમાં પ્રમાણીત થયાના ૩૦ દિવસની અંદર રાજ્યના મૃત્યુ પ્રમાણપત્રમાં કોવીડ આધારે રૂ.૫૦ હજાર લાભાર્થીને ચુકવવા જી્લ્લા અધિકારીઓએ સમિતીનું ગઠન કરીને સહાય ચુકવવા આદેશ કરતા તે અંતર્ગત હેઠળ જાહેરનામુ બહાર પડતા ઉના શહેર અને તાલુકામાં કોરોના કોવીડ ૧૯ના કારણે મૃત્યપામેલા વ્યક્તિના વારસદારોને સહાય ચુકવવા અંગેનું મહેસુલ વિભાગ દ્વારા જાહેરનામુ બહાર પડતા તા.૨૯ નવે. સોમવારના રોજથી ઉના મામલતદાર કચેરી ખાતેથી ફોર્મ વિતરણ કરવામાં આવશે તેવું મામલતદાર કચેરી દ્વારા જણાવવામાં આવેલ છે.

બોક્ષ્ – કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને શુ પુરાવા આપવા પડશે…

સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના તા.૨૦ નવે.ના પત્ર મુજબ મૃતકનુ મૃત્યુના કારણ તરીકે કોવીડ ૧૯ કોરોના દર્શાવેલ છે. ફોર્મ ૪ એ, RT-PCR/ મોલેક્યુલર ટેસ્ટ/ રેપીડ એન્ટીજન ટેસ્ટ,મૃત્યુ પામનાર વ્યક્તિનુ આધાર કાર્ડ, અરજદારના આધાર કાર્ડ, મૃતકનું મૃત્યુ પ્રમાણ પત્ર, વારસદારની બેંક પાસપાસ, વારસદારનું સોગંધનામુ, મૃત્યુ સહાયના કેસોની કામગીરી ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે ઉના મામલતદાર કચેરીથી ફોર્મ વિતરણ કરાશે. અને અરજી જીલ્લા કલેક્ટરને પહોચતી કરવામાં આવશે. ત્રીસ દિવસની અંદર વળતર ચુકવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *