Gujarat

કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈ તાપીનું આરોગ્ય તંત્ર સતર્ક

તાપી
દિન પ્રતિદિન ઓમિક્રોનની દહેશત દેશમાં જાેવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. મૂળ આફ્રિકાથી શરુ થયેલ આ વાયરસે દિવસેને દિવસે અન્ય દેશોને પણ પોતાની ઝપેટમાં લેવાનું શરુ કરી દીધું છે. હવે ભારત દેશમાં પણ તેના કેસો પ્રતિદિન સામે આવી રહ્યા છે. જેને ધ્યાને લઇ સરકાર સતર્ક થઈ ગઈ છે અને તંત્રને પણ સજ્જ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતના જામનગર શહેરમાં પણ ઑમિક્રૉન વેરિએન્ટની એન્ટ્રી થઇ ગઇ છે. જેથી સૌકોઇએ સાવચેત રહેવું જરૂરી બન્યું છું.દિન પ્રતિદિન ઓમિક્રોનની દહેશત દેશમાં જાેવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. મૂળ આફ્રિકાથી શરુ થયેલ આ વાયરસે દિવસેને દિવસે અન્ય દેશોને પણ પોતાની ઝપેટમાં લેવાનું શરુ કરી દીધું છે. હવે ભારત દેશમાં પણ તેના કેસો પ્રતિદિન સામે આવી રહ્યા છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈ તાપીનું આરોગ્ય તંત્ર સતર્ક છે. હજુ સુધી તાપીમાં ઓમિક્રોનનો કોઈ કેસ નથી આવ્યો. પણ કોરોનાના કેસ વધતાં હવે ટેસ્ટિંગ પણ વધારી દેવાયું છે. રોજના ૭૦૦થી ૮૦૦ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જાે કોઈ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેના સેમ્પલ જિનોમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવે છે.બીજી તરફ તૈયારીના ભાગરૂપે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ બનાવાયો છે. જેથી કોઈ દર્દી આવે તો તેની અલગથી સારવાર કરી શકાય. આ સિવાય તાપી જિલ્લાનો આરોગ્ય વિભાગ વિદેશથી આવતા લોકો પર બાજનજર રાખી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *