Gujarat

કોરોનાને હરાવવા ભારત સજ્જ, સીરમ બાદ હવે ભારત બાયોટેકની ‘કોવેક્સીન’નો જથ્થો પહોંચ્યો દિલ્હી

India Fight Against Corona: સમગ્ર દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વૅક્સીનેશનનું મહાઅભિયાન (Corona Vaccination Drive) શરૂ કરવાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. દેશના અલગ-અલગ શહેરોમાં કોરોના વૅક્સીન (Corona Vaccine) પહોંચાડવાનું કામ યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે. આ દરમિયાન ભારત બાયોટેકની કોરોના વેક્સીન (Bharat Biotech Vaccine) “કોવેક્સીન”નો (Covaxin) પ્રથમ જથ્થો હૈદરાબાદથી દિલ્હી પહોંચી ગયો છે.

દિલ્હી પહોંચેલા જથ્થાને હરિયાણાના કરનાલમાં મોકલવામાં આવશે. જ્યાંથી અલગ-અલગ જિલ્લાઓમાં કોવેક્સીનને (Covaxin) સમયસર પહોંચાડવાનું કામ કરવામાં આવશે.

કોરોના વૅક્સીન (Corona Vaccine) “કોવેક્સીન”નો (Covaxin)પ્રથમ જથ્થો આજે સવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 559થી દિલ્હી પહોંચ્યો. હૈદરાબાદથી કોવેક્સીનના (Covaxin) ત્રણ બોક્સ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા છે. જેનું વજન 80.5 કિલોગ્રામ છે.

જણાવી દઈએ કે, વૅક્સીનેશન કાર્યક્રમ (Corona Vaccination Drive) માટે કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા અને ભારત બાયોટેકની (Bharat Biotech) કોરોના વૅક્સીનના (Corona Vaccine) 6 કરોડથી વધુ ડોઝનો ઓર્ડર આપ્યો હતો. આ ઑર્ડરની કુલ કિંમત અંદાજે 1300 કરોડ રૂપિયા હશે.

આ અંગે વધુ વિગતો આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે, સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાની કોવિશીલ્ડ વૅક્સીનના 1.1 કરોડ ડોઝ સિવાય ભારત બાયોટેકની કોરોના વેક્સીન કોવેક્સીનના (Covaxin) 55 લાખ ડોઝ ખરીદવામાં આવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *