Gujarat

કોરોનામાં કરફ્યૂથી બચવા મહિલાએ પતિને કૂતરો બનાવ્યો! પોલીસે પકડી તો શું કહ્યું?

મહિલા પતિના ગળામાં કૂતરાની જેમ દોરી બાંધી ફરવા નીકળી હતી

ક્યૂબેકઃ કોરોના કાળમાં લોકો માસ્કથી લઇ ડિસ્ટન્સિંગ માટે વનતર પ્રયોગો કરી રહ્યા છે. તેવામાં એક મહિલા પતિના ગળામાં કૂતરા (Husband dog)ની જેમ દોરૂ બાંધી નીકળતા કૂતુહલ તો થયું પરંતુ પોલીસે તેને પકડી ભારે દંડ ફટકારી દીધો.

ઘટના કેનેડાના ક્યૂબેકની છે. જ્યાં રાત્રે 8થી સવારના 5 વાગ્યા સુધી કરફ્યૂ લાગે છે. કોરોનાને કારણ સ્થાનિક તંત્રે આ નિયમ જારી કર્યો છે. તેથી અહીંની એક મહિલા કરફ્યૂમાં પોલીસથી બચવા માટે પતિના ગળામાં દોરી બાંધી કૂતરા (Husband dog)ની જેમ ફેરવવા નીકળી હતી.

કરફ્રયૂમાં કૂતરાને ફેરવવા લઇ જવાની છૂટ

કેનેડાના ક્યૂબેક શહેરમાં માણસોને કરફ્યૂ દરમિયાન બહાર નીકળવા પર પ્રતિબંધ છે. પણ કૂતરાને ફેરવવા લઇ જવાની છૂટ છે. તેથી મહિલાએ પતિને કૂતરો (Husband dog) બનાવી દીધો હતો.

જો કે પોલીસે તેને પકડી તો તેણે પતિ તરફ ઇશારો કરી કહ્યું કે તે તો કૂતરાને ફેરવવા નીકળી છે. પણ પોલીસે તેની વાત માની નહીં અને 1.75 લાખ રૂપિયાનો ભારે દંડ ફટકારી દીધો.

24 વર્ષની મહિલાએ 40 વર્ષના પતિના ગળામાં બાંધી દોરી

bbc.comના રિપોર્ટ મુજબ 24 વર્ષની મહિલા ગત શનિવારની રાત્રે પોતાના 40 વર્ષના પતિને એક દોરી(Husband dog)ને સહારે ફેરવવા નીકળી હતી. પરંતુ પોલીસે પકડી તો તેણે કૂતરાનું ઉદાહરણ આપ્યું હતું. પરંતુ પોલીસને તેની વાત ગળે ઉતરી નહીં અને દંપત્તિને 87-87 રૂપિયાનો દંડ કરી દીધો.

પોલીસે  પકડ્યા તો દંપત્તિએ દલીલો કરી

પોલીસે જણાવ્યું કે પકડાઇ જતાં દંપત્તિએ સહકાર આપ્યો નહીં અને દલીલબાજી કરી હતી. પરંતુ દંડ કરવામાં આવતા તેમણે તેનો સ્વીકાર કરી લીધો હતો. ક્યૂબેકમાં રાત્રે 8 વાગ્ય પછી ઘરની બહાર નીકળવા પર પોલીસ અત્યાર સુધી 750 લોકો સામે મેમો ફાડી ચૂકી છે. (નોંધ ફોટો પ્રતિકાત્મક છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *