અમદાવાદ
હાલ બેન્કો લોન આપતાં ખચકાય છે. નાણાકીય વર્ષના ૬ મહિના વીતવા છતાં બેન્કોએ તેમના સરેરાશ લોન ટાર્ગેટનો ૩૬% જ પૂરા કરી શક્યા છે. કૃષિ લોન ટાર્ગેટથી સૌથી નજીક ૪૧.૪૪% રહી, જ્યારે એજ્યુકેશન લોન સૌથી ઓછી ૫.૫૨% રહી. હાઉસિંગ લોનનો ૧૬.૯૮% ટાર્ગેટ પૂરો થઇ શક્યો છે. એનપીએ (નોન-પર્ફોર્મિંગ એસેટ) એટલે એવી લોન, જેના છેલ્લા ૩ મહિનાથી હપતા ન ભરાયા હોય. ક્રિસિલના રિપોર્ટ મુજબ ચાલુ નાણાં વર્ષે બેન્કોની દ્ગઁછ વધીને ૮-૯% થઈ જશે. જૂન, ૨૦૨૧ સુધીમાં ખાનગી બેન્કોની એનપીએ ૧.૭૯%, જ્યારે સરકારી બેન્કોની ૧૬.૦૪% હતી. જાેકે ૨૦૧૮માં ૧૧.૨%ની તુલનામાં બેન્કોની આ વર્ષની એનપીએનું પ્રમાણ ઓછું રહેશે. સરકારે ૩ મહિનાનું મોરેટોરિયમ જારી તો કર્યું હતું, પણ એ ગ્રાઉન્ડ લેવલ લોકો સુધી પહોંચી ન શક્યું, જેને કારણે એનપીએ વધી, સાથે જ ઘણા લોકોએ મોરેટોરિયમનો લાભ લીધા પછી પણ હપતા ન ભર્યા. કોરોનાકાળનાં બે વર્ષમાં જીવ બચાવવા માટે જ નહીં, પણ આર્થિક સંકટ સામે પણ લોકોને ઝઝૂમવું પડ્યું છે. ગુજરાતની સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (જીન્મ્ઝ્ર)ના રિપોર્ટ પ્રમાણે, પહેલી લહેરની તુલનામાં બીજી લહેરે આર્થિક રીતે નબળા કે મધ્યમવર્ગીય લોકોને વધુ પરેશાન કર્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં કેસ વધ્યા બાદ માર્ચમાં દેશવ્યાપી લૉકડાઉન હતું. ત્યાર પછી દુકાનો, ધંધા-વેપાર વગેરે સંપૂર્ણપણે ઠપ થઈ ગયા. અનેક લોકોની નોકરીઓ જતી રહી. આમ છતાં માર્ચ ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં ગુજરાતના ૧૩ હજાર લોકોએ જુદી જુદી બેંકની આશરે રૂ. ૩,૩૯૯ કરોડની લોન ચૂકવી દીધી હતી. જાેકે બીજી લહેરમાં એવું શક્ય ના બન્યું. જીન્મ્ઝ્રના રિપોર્ટ મુજબ, માર્ચ ૨૦૨૧થી જૂન ૨૦૨૧ વચ્ચે ૨.૮૦ લાખ લોકો એવા હતા, જે આશરે રૂ. ૪૦૦૦ કરોડની લોનના હપતા ભરી ના શક્યા. એટલું જ નહીં, સરકાર દ્વારા અપાતી મુદ્રા લોનના પણ રૂ. ૩૨૬ કરોડ હજુ બાકી જ છે. ઝડપથી વધતી એનપીએને કારણે અનેક ખાનગી બેન્કો અને એનબીએફસી (નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ)એ લોન આપવાનું ૯૦ ટકા સુધી ઘટાડી દીધું છે. પહેલા અમુક પ્રાથમિક દસ્તાવેજાે રજૂ કરતાં જ લોન મળી જતી હતી, પરંતુ હવે ત્રણ વાર દસ્તાવેજાેની ચકાસણી કર્યા પછીયે લોન મળતી નથી. પહેલા દર મહિને એનબીએફસીની એક બ્રાન્ચ રૂ. ૫૦-૮૦ કરોડની લોન આપતી હતી, પરંતુ હવે એક બ્રાન્ચ એક વર્ષમાં માંડ રૂ. ૬૦ કરોડની લોન આપે છે.