Gujarat

કોરોના: પાછલા 24 કલાકમાં સંક્રમણના 15,968 નવા કેસ, 202 મોત

ભારતમાં પાછલા 24 કલાકમાં કોવિડ-19 સંક્રમણના 15,968 નવા કેસ નોંધવામાં આવ્યા છે અને 202 લોકોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર પાછલા 24 કલાકમાં જ 17,817 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.

દેશમાં અત્યાર કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 1 કોરડ 4 લાખ 95 હજાર થઈ ગઈ છે.

એક્ટિવ કેસોની સંખ્યા હાલના સમયમાં 2 લાખ 14 હજાર 507 છે. જ્યારે અત્યાર સુધી 1 કરોડ 1 લાખ 29 હજાર 111 લોકો સાજા થઈ ચૂક્યા છે.

કોવિડ-19થી અત્યાર સુધી ભારતમાં કુલ 1 લાખ 51 હજાર 529 લોકોના જીવ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *