*શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત
*કોરોના વોરીર્યસનું સન્માન કરવામાં આવ્યું.
તા.૨૬ : ખંભાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે દેવભૂમિ દ્વારકાના જિલ્લા કક્ષા ના ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ દેશની આન બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી માર્ચ પાસ્ટ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. કલેકટરશ્રી મીનાએ પ્રાસંગિક ઉદબોધન આપી રસિકરણની સંપુર્ણ કામગીરી પૂરી ના થાય ત્યાં સુધી કોરોના સામે તમામ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સારી કામગીરી બજાવવા બદલ જનરલ હોસ્પિટલ ખંભાળિયા અને સાંકેત હોસ્પિટલ ખંભાળિયા ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કોવિડ ૧૯ અંતર્ગત સારી કામગીરી બજાવેલ આરોગ્ય કર્મચારીઓને, ૧૦૮ કર્મચારીઓ તથા પોલીસ વિભાગ માં ઉત્કૃષ્ટ કામગીરી કરેલ અધિકારીઓ કર્મચારીઓ ને મહાનુભાવો દ્વારા સન્માનિત કરાયા હતા આ ઉપરાંત કોવીડ ૧૯ મહામારીમાં યોગદાન આપેલ સંસ્થા/વ્યક્તિઓને પણ સન્માનિત કરાયા હતા.
વિવિધ સ્કૂલ નાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અિકારીશ્રી ડી જે જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુનીલ જોશી, નિવાસી અધિક કલેકટરશ્રી કે.એમ.જાનિ, ખંભાળિયા નગરપાલિકા પ્રમુખશ્રી શ્વેતાબેન શુકલ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહયા હતા.