Gujarat

ખરીફ-૨૦૨૧ માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળટેકાના ભાવે ખરીદી

  • ભારત સરકારશ્રી દ્વારા ખરીફ ૨૦૨૧ માં મગફળીના ટેકાના ભાવ રૂ.૫૫૫૦ પ્રતિ કિવ.,મગના ટેકાના ભાવ રૂ.૭૨૭૫ પ્રતિ કિવ., અડદના ટેકાના ભાવ રૂ.૬૩૦૦ પ્રતિ કિવ., સોયાબીનના ટેકાના ભાવ રૂ.૩૯૫૦ પ્રતિ કિવ. જાહેર કરેલ છે.
  • ભારત સરકારશ્રી દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે કુલ૯,૯૮,૨૭૫ મે.ટન, મગની ટેકાના ભાવે ખરીદી માટે કુલ ૧૫,૯૫૫ મે.ટન, અડદની ટેકાના ભાવે ખરીદી માટે કુલ ૨૬,૦૦૦મે.ટનઅને સોયાબિનની ટેકાના ભાવે ખરીદી માટે કુલ૭૮,૮૬૦ મે.ટન જથ્થાની મંજૂરી આપેલ છે.
  • રાજ્યમાં વર્ષ ૨૦૨૧-૨૨ માં ખરીફ અને રવિ ઋતુમાં કઠોળ અને તેલિબિયાં પાકોની PSS હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ., ગાંધીનગરની નિમણૂંક કરેલ છે.
  • રાજ્ય નોડલ એજન્સી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ., ગાંધીનગર દ્વારા ગત વર્ષ કરતાં આ વર્ષે ૧૧ દિવસ જેટલા વધુ સમય માટે નોંધણી કરી આ વર્ષે તા.૦૧.૧૦.૨૧ થી તા.૩૧.૧૦.૨૧ સુધી ખેડૂત નોંધણી કરવામાં આવેલ છે. જે મુજબ રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે વેચાણ માટે કુલ ૨,૬૫,૫૫૮ ખેડૂતોએ, મગની ટેકાના ભાવે વેચાણ માટે કુલ ૧૮૨ ખેડૂતોએ, અડદની ટેકાના ભાવે વેચાણ માટે કુલ ૩૮૨ ખેડૂતોએ અને સોયાબીનની ટેકાના ભાવે વેચાણ માટે કુલ ૩૨૧ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવેલ છે.
  • ખરીફ ૨૦૨૧ અંતર્ગત મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમે તા.૦૯.૧૧.૨૦૨૧ થી શરૂ કરવામાં આવેલ છે. જે આગામી ૯૦ દિવસ સુધી કરવામાં આવશે.
  • તા.૦૯.૧૧.૨૦૨૧ ના લાભપાંચમના દિવસે જામનગર જિલ્લાના ધ્રોલ, જોડીયા, હાપા અને કાલાવાડ ખાતેના માર્કેટીંગ યાર્ડના ખરીદ કેન્દ્રો ખાતેથી મારી ઉપસ્થિતીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવેલ છે.
  • રાજ્યમાં મગફળીની કુલ ૧૫૦ ખરીદ કેન્દ્રો પરથી ખરીદીકરવાનું આયોજન છે.
  • મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં નોંધણી થયેલ કુલ ૨,૬૫,૫૫૮ ખેડૂતો પૈકી તા.૧૫.૧૧.૨૦૨૧ સુધીમાં ૩૯,૩૭૪ ખેડૂતોને વેચાણ માટેSMS થી જાણ કરવામાં આવેલ છે.
  • તા.૧૫.૧૧.૨૦૨૧ સુધીમાં મગફળીની ટેકાના ભાવે કુલ ૬૯૧૬.૨૩ મે.ટન ખરીદી કરવામાં આવેલ છે જેનું મૂલ્ય કુલ રૂ.૩૮.૩૯ કરોડ છે. જેનો લાભ રાજ્યના કુલ ૩૬૦૨ ખેડૂતોએ લીધેલ છે. મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કુલ ૧૦૨ લાભાર્થી ખેડૂતોને કુલ રૂ.૧.૧૬૫ કરોડની ચૂકવણી કરવામાં આવેલ છે.

હાલ સારી મગફળીના બજાર ભાવો ટેકાના ભાવ કરતાં ઘણા ઉંચા રહેલ છે. ગઈકાલ તથા આજરોજ જામનગર એ.પી.એમ.સી. ખાતે ખેડૂતોને મણ મગફળીના રૂ. ૧૬૦૦(રૂ.૮૦૦૦ પ્રતિકવિ.) સુધીના ભાવ મળી રહેલ છે.

  • તા.૧૫.૧૧.૨૦૨૧ સુધીમાં મગની ટેકાના ભાવે ખરીદીમાં નોંધણી થયેલ કુલ ૧૮૨ ખેડૂતો પૈકી વેચાણ માટે ૨૪ ખેડૂતોને,અડદની ટેકાના ભાવે ખરીદીમાં નોંધણી થયેલ કુલ ૩૮૨ ખેડૂતો પૈકી વેચાણ માટે ૩૦ ખેડૂતોને અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીમાં નોંધણી થયેલ કુલ ૩૨૧ ખેડૂતો પૈકી વેચાણ માટે ૧૦૯ ખેડૂતોને SMS થી જાણ કરવામાં આવેલ છે.
  • તા.૧૫.૧૧.૨૦૨૧ સુધીમાં મગની ટેકાના ભાવે કુલ ૦.૫ મે.ટન ખરીદી કરવામાં આવેલ છે જેનું મૂલ્ય કુલ રૂ.૦.૩૬ લાખછે. જેનો લાભ રાજ્યના કુલ ૧ ખેડૂતોએ લીધેલ છે.
  • તા.૧૫.૧૧.૨૦૨૧ સુધીમાં અડદની ટેકાના ભાવે કુલ ૧.૩ મે.ટન ખરીદી કરવામાં આવેલ છે જેનું મૂલ્ય કુલ રૂ.૦.૮૨ લાખછે. જેનો લાભ રાજ્યના કુલ ૨ ખેડૂતોએ લીધેલ છે.
  • ચાલુ વર્ષ મગફળીની ખરીદી ભારત સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ પ્રતિ દિન પ્રતિ ખેડૂત ૨૫૦૦ કીલો મુજબ તથા રાજયની ઉત્પાદકતા ૨૦૮૭ કીલો પ્રતિ હેકટરના પ્રમાણમાં ટેકાના ભાવે ખેડૂતના વાવેતર વિસ્તારને ધ્યાને લઇ ખેડૂત પાસેથી પ્રથમ રાઉન્ડમાં ખરીદવામાં આવશે. જો ભારત સરકારશ્રીએ મંજૂર કરેલ જથ્થાની મર્યાદામાં હોય તો, ખેડૂત પાસે વાવેતર વિસ્તારને આધારે ૨૫૦૦ કિ.ગ્રા.થી વધુ જથ્થો વેચાણ કરવા માટે બીજા રાઉન્ડમાં તક આપવામાં આવશે.
  • ભારત સરકારશ્રી પીએસએસ ગાઇડલાઇન મુજબ મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં પ્રતિ બારદાનમાં નિયત FAQ ગુણવત્તાવાળી મગફળીની ૩૫ કિ.ગ્રા. ની ભરતીને બદલે ચાલુ વર્ષે ૩૦ કિ.ગ્રા. ની ભરતી કરવામાં આવેલ છે.
  • ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ખરીદીમાં કોઇ પણ પ્રકારની ગેરરીતી ન બનવા પામે તે માટે પુરવઠા વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત તકેદારી રાખવામાં આવી રહેલ છે. તેમ છતાં જો કોઇ સ્થળે ગેરરીતીનો પ્રયાસ કરવામાં આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

૦૦૦૦૦૦સમાચાર યાદી: ૭૯૧

કૃષિ રાહત પેકેજ

  • રાજ્યમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકશાન અન્વયે જામનગર, જુનાગઢ, પોરબંદર અને રાજકોટ ચાર (૪) જીલ્લાના ૨૩ તાલુકાના ૬૮૨ ગામોના નુકશાનીના અહેવાલો મળેલ હતા.જેમાં અંદાજીત ૪.૨૦ લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકશાનીના વળતર પેટે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પાક નુકશાન અંગે કરવામાં આવેલ આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો, પ્રજાના પ્રતિનીધીઓની રજૂઆતો અન્વયે ખેડૂતોને મદદરૂપ થવા માટે એસ.ડી.આર.એફ ઉપરાંત રાજ્ય બજેટમાંથી કુલ રૂ.૫૪૭ કરોડનુ માતબર સહાય પેકેજ સરકારશ્રીના તા.૧૮-૧૦-૨૦૨૧ ના ઠરાવથી જાહેર કરેલ છે.
  • ઉક્ત સહાય પેકેજ હેઠળ ખાતેદાર ખેડુત કે જેના પાક્ને ૩૩% અને તેથી વધુ નુકશાન હોય તેવા ખાતેદાર ખેડુતોને SDRF બજેટમાંથી રૂ.૬૮૦૦/- પ્રતિ હેક્ટર અને રાજ્ય બજેટમાંથી રૂ.૬૨૦૦/- મળી કુલ રૂ.૧૩,૦૦૦/- પ્રતિ હેક્ટર લેખે મહત્તમ બે(૨) હેક્ટરની સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવેલ છે. જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે SDRF ના ધોરણો મુજબ જો સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.૫૦૦૦/- કરતા ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂ.૫૦૦૦/- ચૂકવવાની જોગવાઇ કરેલ છે.
  • સદરહુ પેકેજનો લાભ ખેડૂતોને ત્વરિત અને વિના-વિલંબે મળે અને સંપૂર્ણ કાર્યવાહી ઓનલાઈન થાય તે હેતુસર સરકારશ્રી દ્વારા તા.૨૫ ઓકટોબર,૨૦૨૧ થી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ડિજિટલ ગુજરાત માધ્યમ પર ખુલ્લુ મૂકવામાં આવેલ છે. આ માટે તા.૨૫ ઓકટોબર,૨૦૨૧થી તા.૨૦ નવેમ્બર,૨૦૨૧ સુધીમાં ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરેલ છે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવણી કે ખર્ચ કરવાનો રહેશે નહીં જે માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
  • જે સબબ હાલની સ્થિતીએ ૨.૦૬ લાખ અરજીઓ મળેલ છે. જેમાં DBT ના માધ્યમથી સીધી જ લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં ઓનલાઇન જમા કરવામાં આવી રહેલ છે.
  • ઉક્ત મળેલ અરજીઓ પૈકી ખૂબ-જ ટૂંકા સમયગાળામાં ૭૪,૦૯૦ અરજીઓની કુલ રૂ.૧૫૧.૮૭ કરોડની સહાય મંજૂર કરવાંમાં આવેલ છે.
  • સદર પેકેજમાં સહાયનું ચૂકવણું ત્વરીત કાર્યવાહી કરી તા.0૧-૧૧-૨૦૨૧ થી ખેડૂતોના બેન્ક ખાતામાં રકમ જમા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *