Gujarat

ખાનગી હોસ્પિટલના કર્મચારીએ સાથી મહિલાકર્મી સાથે રેપ કરવાનો પ્રયાસ કર્યો

અમદાવાદ
અમદાવાદશહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ૩૦ વર્ષીય મહિલા તેના પતિ અને બાળક સાથે રહે છે. શિવ શક્તિનગર બસ સ્ટેન્ડની સામે આવેલી પ્રાંજના હેલ્થ સેન્ટર હોસ્પિટલમાં હાઉસ કિપીંગ તરીકે તેઓ ચાર દિવસ પહેલા જ નોકરીમાં જાેડાઇ હતી. શનિવારે સવારે નોકરી ઉપર આવીને સાફ સફાઈનું કામ કરતી હતી ત્યારે નર્સિંગ સ્ટાફમાં નોકરી કરતાં પંકજ પ્રજાપતિએ પહેલા માળે આવેલાં સ્પેશિયલ રૂમમાં સાફ સફાઈ કરવાની બાકી છે. જેથી મહિલા તે રૂમમાં ગઇ હતા. જ્યાં થોડીવાર જ પંકજ પાછળ આવ્યો હતો અને રૂમનો દરવાજાે બંધ કરીને મહિલાને બળજબરીથી પકડી લીધી હતી. પંકજે મહિલાના છાતીના ભાગે અને ગુપ્ત ભાગે હાથ ફેરવી બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં પંકજે શારીરિક સંબંધો બાંધવાનું કહેતા તેઓ રૂમનો દરવાજાે ખોલી બહાર જતા રહ્યાં હતાં. જનરલ વોર્ડમાંથી મહિલા ડોક્ટર આવતાં તેઓને આ સમગ્ર હકીકત જણાવી હતી. જેથી ડોક્ટરે તેમને પોલીસ ફરીયાદ કરવા કહ્યું હતું. ચાંદખેડા પોલીસે મહિલાની ફરીયાદનાં આધારે પંકજ પ્રજાપતિ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છેઅમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલનાં કર્મચારીએ સાફસફાઈ કરવાનાં બહાને સાથી મહિલા કર્મચારી ઉપરના માળે સ્પેશિયલ રૂમમાં મોકલી હતી. કર્મચારી પાછળથી ઉપર જઈને રૂમનો દરવાજાે બંધ કરીને મહિલા કર્મચારીને જબરદસ્તી પકડી તેના છાતીના ભાગે અને ગુપ્ત ભાગે હાથ ફેરવી બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. કર્મચારીએ સેક્સ કરવા કહેતા મહિલા ધક્કો મારી રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. તેણે હોસ્પિટલની મહિલા ડોક્ટરને જાણ કરતા તેઓએ પોલીસ ફરિયાદ કરવા કહ્યું હતું. ચાંદખેડા પોલીસે હોસ્પિટલના કર્મચારી સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *