છોટાઉદેપુર તાલુકાના જામલી ગામના દિનેશભાઇ સબુરભાઈ નાયકા એ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને તેમજ જિલ્લા શ્રમ આયુક્ત ને પોતાના પરિવાર સાથે આવી એક લેખિત ફરિયાદ આપી છે,જેમાં તેમણે જણાવ્યું છે કે તેમની પત્ની બહેન અને ભાઈ તેમજ બે દીકરીઓ સાથે તેઓ ખેડબ્રહ્મા ના કલોલ કંપા ખાતે રહેતા શૈલેષ પ્રેમજી પટેલ અને ભરત પ્રેમજી પટેલ ની 80 વિઘા જમીનમાં ચોથા ભાગે ખેતમજૂરી કરતા હતા, જેમાં મગફળી અને સોયાબીન નો પાક તૈયાર થતા તને કાપી ઘરે લવાયા બાદ ખેતર માલિકો દ્વારા તેઓને હેરાન ગતિ કરવામાં આવી અને જાતિવાચક અપમાનજનક ગાળો ભાંડી માર મારવામાં આવ્યો જેની તેઓ સ્થાનિક પોલીસમથકમાં ફરિયાદ કરવા ગયા પણ સ્થાનિક દબાણને લઈ પોલીસે તેમની ફરિયાદ લીધી ન હતી ત્યાર બાદ તેઓને ઘરે આવવા ન દઈ ગોંધી રાખવામાં આવ્યા હતા ,જયાથી તેઓ યેનકેન પ્રકારે પોતાનો જીવ બચાવી નાસી છૂટ્યા અને વતનમાં આવ્યા છે,તેઓ પોતાની સાથે થયેલ ઘટનાને લઈ ઝોઝ પોલીસમાં ફરિયાદ કરવા ગયા પરંતુ જ્યા ઘટના બની ત્યાં ફરિયાદ કરવાનું જણાવતા તેમણે આદમી પાર્ટીના પ્રો.અર્જુન રાઠવાનો સંપર્ક કરી જિલ્લા શ્રમ આયુક્તની કચેરીએ આવ્યા હતા પરંતુ જિલ્લા શ્રમ આયુક્ત કચેરીમાં પણ અધિકારીઓ ની જગ્યા ખાલી હોવાને લઇ તેમને જિલ્લા ક્લેકટરને ન્યાયની માંગણી સાથે લેખિતમાં ફરિયાદ આપી છે.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

