Gujarat

ખેડા નડિયાદ એલ.સી.બી. પોલીસે કઠલાલ તાલુકાના કાકરખાડ વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપી પાડ્યો

પ્રાપ્ત માહિતી મુજબ ખેડા નડિયાદ એલસીબી પોલીસે કઠલાલ તાલુકાના કાકરખાડ વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપી પાડયો હતો.સરખેજ ચોકડી પાસેથી એક મારૂતી સ્વિફ્ટ મા દેશી દારૂ ભરીને ખલાલ તરફ જઈ રહેલ ડ્રાઇવર સતપાલસિંહ ઉર્ફે દિપક અમોદસિંહ તોમર હાલ રહે મેઘાણીનગર અમદાવાદ નાઓને પોલીસે ઝડપી પાડ્યો હતો. કારની પાછળની સીટમાં તેમજ ડેકીમાંથી પ્લાસ્ટિકની કોથળીઓમાં દેશી દારૂ 510 લીટર જેની કિંમત રૂપિયા 10 હજાર 200 તેમજ ગાડી ની કિંમત રૂપિયા 1 લાખ અને ફોન કિંમત રૂપિયા 500 મળી ખેડા નડિયાદ એલસીબી પોલીસે રૂપિયા 1 લાખ 10 હજાર 700 ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Screenshot_2021-10-03-19-45-15-88_99c04817c0de5652397fc8b56c3b3817.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *