Gujarat

ખેડૂતોએ સરકારનો નવો પ્રસ્તાવ પણ ફગાવ્યો, કૃષિ કાયદા પર આજે ફરીથી બેઠક

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના (Farm Laws In India) વિરોધમાં ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન (Farmers Protest) આજે 58માં દિવસે પહોંચ્યું છે. આ કાયદાને લઈને કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે સતત વાટાઘાટો થઈ રહી છે, પરંતુ કોઈ ચોક્કસ પરિણામ નથી મળી રહ્યું

સરકારે (Modi Government) કાયદાના (Farm Laws In India) અમલ પર 18 મહિના સુધી રોક લગાવવાનો પ્રસ્તાન આપ્યો હતો. જેને ખેડૂતોએ ફગાવી દીધો છે. ખેડૂત સંગઠનો કૃષિ કાયદાને (Farm Laws In India) રદ્દ કરવા અને MSP પર કાયદો ઘડવાની માંગ પર મક્કમ છે. જ્યારે સરકાર MSP પર તૈયારી દર્શાવી રહી છે, પરંતુ કાયદા પરત લેવાના પક્ષમાં નથી. જો કે આ મુદ્દે આજે ફરીથી એક વખત ખેડૂતો અને સરકાર વચ્ચે ચર્ચા થશે

ટ્રેક્ટર રેલીને લઈને વિવાદ

ગણતંત્ર દિવસના (Republic Day) અવસરે ખેડૂત સંગઠનોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી નીકાળવાની વાત કહી છે. જો કે દિલ્હી પોલીસે મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો છે. અગાઉ પોલીસ અને ખેડૂત સંગઠનો વચ્ચેની બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી. ખેડૂતો દિલ્હી રિંગ રોડ પર રેલી નીકાળવાની જિદ કરી રહ્યાં છે. જ્યારે પોલીસ ખેડૂતોને KMP એક્સપ્રેસ વેનો વિકલ્પ આપી રહી છે. એવામાં આજે થનારી બેઠકમાં સૌ કોઈની નજર ટકી છે.

શું માનશે ખેડૂતો?

શુક્રવારે બપોરે 12 કલાકે વિજ્ઞાન ભવનમાં ખેડૂત સંગઠનો અને સરકારના મંત્રીઓ વચ્ચે એક વખત ફરીથી વાતચીત થશે. અગાઉની બેઠકમાં સરકારે કૃષિ કાયદાને દોઢ વર્ષ સુધી ટાળવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જો કે ખેડૂત સંગઠનોએ પોતાની બેઠકમાં નિર્ણય કર્યો છે કે, તેઓ આ પ્રસ્તાવ નહીં સ્વીકારે અને ત્રણેય કાયદા (Farm Laws In India) રદ્દ નહીં થાય, ત્યાં સુધી આંદોલન (Farmers Protest) યથાવત જાળવી રાખશે.

 

 

 

 

20210122_111305 modi-indian-farmer-960x640.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *