Gujarat

ખેડૂત સમાજ સંસ્થાની હાઈકોર્ટમાં રજૂઆત- ‘શું કોરોના મહામારી ભાજપને લાગૂ નથી પડતી?’

અમદાવાદ: ગુજરાત ખેડૂત સમાજ (Gujarat Khedut Samaj) સંસ્થાના પરિસરમાં બેઠક યોજવા મુદ્દે સુરત પોલીસ (Surat Police) દ્વારા પરવાનગી ન આપતા ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સમક્ષ બુધવારે ખેડૂતો તરફે દલીલ કરવામાં આવી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ખેડૂતોને મિટિંગ માટે મંજૂરી ના આપવાનો નિર્ણય ભેદભાવ ભર્યો છે. પોલીસ દ્વારા રાજ્યમાં શાસક પક્ષ ભાજપને (BJP) કોરોના મહામારીમાં (Corona Pandemic) પણ મિટિંગ યોજવાની મંજૂરી આપે છે.

ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) ખેડૂતો તરફે રજૂઆત કરવામાં આવી છે કે, સુરત પોલીસ દ્વારા ખેડૂતોને મિટિંગ ન કરવા દેવાનો આદેશ ભેદભાવપૂર્ણ છે. પોલીસ 3 કૃષિ કાયદાના (Farm Laws 2020) સમર્થનમાં ભાજપને (BJP) મિટિંગ કરવાની મંજૂરી આપે છે, પરંતુ અરજદાર ખેડૂતોને મિટિંગની મંજૂરી આપવામાં આવતી નથી.

ખેડૂત સમાજ (Gujarat Khedut Samaj) સંસ્થાના એડવોકેટ આનંદ યાજ્ઞિક તરફથી રજૂઆત કરવામાં આવી કે, શુ કોરોના મહામારી (Corona Pandemic) શાસક પક્ષ ભાજપને લાગુ પડતી નથી? કોરોના મહામારી નામે સ્તાધીશો દ્વારા જાણી જોઈને મંજૂરી આપવામાં આવતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ખેડૂતો દ્વારા કોવિડ-19 ગાઈડલાઈનનું (Covid Guidelines) પાલન કરવાની તૈયારી સાથે મંજૂરી મંગવામાં આવી હતી. તેમ છતાં તેમની અરજી ફગાવી દેવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *